અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન દ્વારા સામાન્ય પરિવારને લઈ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દર્દીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. દર્દી માટે પ્રાઇવેટ લેબોરેટરીમાં 3000 રૂપિયાના ખર્ચે ટેસ્ટ કરવામાં આવે છે. તેની જગ્યાએ હવે કોર્પોરેશન દ્વારા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર 1.6 કરોડના ખર્ચે લેબોરેટરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે જે દર્દી મફતમાં તમામ પ્રકારના રિપોર્ટ ફ્રીમાં કાઢી શકશે. તેની જગ્યાએ હવે શહેરના હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે સુવિધા (Health center facility free of cost) ઉપલબ્ધ કરવામાં આવી છે.
AMCએ લેબોરેટરી જેવી સુવિધા - અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા 82 અર્બન હેલ્થ સેન્ટરો અને 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (Community Health Center) પર લેબોરેટરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. AMC આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે કોવિડમાં અને હાલમાં વેકસીનેશન ખૂબ જ મોટા પાયે ઘસારો જોવા મળ્યો હતો. જેન લઈ હાલમાં શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટરો તેમજ 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો લેબોરેટરી સુવિધા ઉભી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : કર્ણાટકની Govt સ્કૂલમાં રોબોટ બન્યો શિક્ષક, જે વિદ્યાર્થીઓને...
લાખોના ખર્ચે મશીન ખરીદવામાં આવ્યા - Amcના અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો CBC મશીન લગાવવામાં આવ્યું છે. જેનાથી હોવી WBC, RBC કાઉન્ટની તપાસ કરી શકાશે. આ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ટેસ્ટ માટે એલાઇઝા લીડર અને ડાયાબિટીસ મશીન PH રિવર્સ પ્રકારના મશીન ખરીદવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ શહેરના 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર સોનોગ્રાફી મશીન લગાવવામાં આવ્યા છે. હાલમાં AMC 82 અર્બન હેલ્થ સેન્ટરોમાં 6000 OPD દ્વારા ચેક કરી સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર 7000 OPD હેઠળ ચેક કરી સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પાટણમાં બજરંગ પિપરમીન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડતા સામે આવ્યું કાંઈક આવું
નિ:શુક્લ મેગા મેડિકલ કેમ્પનું આયોજન - મળતી માહિતી મુજબ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે રોગચાળો ના પ્રસરે તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં 20 જેટલા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં ચા- પાણી, મંડપ, નાસ્તો, પ્રચાર કરવા સાથે કુલ 5 લાખ જેટલો (free Laboratory facility in Ahmedabad) ખર્ચ કરવામાં આવશે.આ ઉપરાંત જે લોકો ચેકઅપ માટે આવશે તેમની સારવાર (Laboratory facility in Ahmedabad) મફતમાં કરવામાં આવશે.