ETV Bharat / city

અમરાઈવાડીમાં હત્યાનો વધુ એક બનાવ, પાડોશીના ઝઘડામાં છોડાવવા જતા યુવકને મોત મળ્યું - News of the murder

અમરાઈવાડીમાં પાડોશીઓના ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા કરવામાં આવી છે. જેમાં બુટલેગરે છરીના ઘા ઝીકીને હત્યા કરી દેતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Latest news of Ahmedabad
Latest news of Ahmedabad
author img

By

Published : Oct 20, 2021, 12:35 PM IST

  • અમરાઇવાડીમાં જાહેરમાં યુવકની હત્યા
  • બુટલેગરે છરીના ઘા ઝીકી કરી હત્યા
  • ઝઘડામાં છોડાવવા જતા યુવકને મળ્યું મોત

અમદાવાદ: અમરાઈવાડીમાં ન્યુ જ્યભવાની નગરમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે. જેમાં ઘટનાની વાત કરીએ ન્યુ જ્યભવાની નગરમાં રહેતો યોગેન્દ્ર પરમાર પોતાના ઘર નજીક ઉભો હતો, ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડાએ યોગેન્દ્ર પર છરીથી હુમલો કર્યો હતો. યોગેન્દ્રને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઈ જાય તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં છે. કારણ કે યોગેન્દ્ર એક ઝઘડામાં છોડાવવા વચ્ચે પડ્યા હતા, જેની અદાવતમાં હત્યા કરવામાં આવી છે.

અમરાઈવાડીમાં હત્યાનો વધુ એક બનાવ, પાડોશીના ઝઘડામાં છોડાવવા જતા યુવકને મોત મળ્યું

ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી

આરોપી સંજય ચાવડા બુટલેગર હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. દારૂનો ધંધો કરીને આતંક મચાવે છે. આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે. મૃતક યોગેન્દ્ર મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમરાઈવાડીમાં સામાન્ય બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો, ત્યારે મૃતક યોગેન્દ્ર ઝઘડામાં વચ્ચે પડીને બન્ને પક્ષને છોડાવ્યા હતા અને ઝઘડો કરવા બાબતે ઠપકો આપતા આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી.

પાડોશીના ઝઘડામાં છોડાવવા જતા યુવકને મોત મળ્યું

હત્યાને લઈને અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી

અમરાઈવાડી વિસ્તારમાં આરોપીઓના કારણે રહીશો પરેશાન છે. અગાઉ પણ અનેક લોકો પર હુમલા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી અમરાઈવાડી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.