ETV Bharat / city

ટ્રિબ્યુનલ જજની ભરતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી, કોર્ટે ઇસ્યુ કરી નોટિસ - ભારતના બંધારણ

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં (National Company Law Tribunal) જ્યુડિશિયલ મેમ્બરની (Judicial Member) ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવેલી જાહેરાત સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી. જાહેરાતના નોટિફિકેશન (recruitment of a tribunal judge) જ્યુડિશિયલ મેમ્બરની ઉંમર 50થી નીચે હોવી જોઈએ નહીં તેવુ સૂચન કરવામાં આવ્યું છે. આ સૂચનને હાઇકોર્ટમાં (Gujarat High Court) પડકારવામાં આવ્યો છે.

Gujarat High Court
Gujarat High Court
author img

By

Published : Nov 17, 2021, 9:30 AM IST

  • નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બરની ખાલી પડેલી જગ્યાઓ માટે જાહેરાત
  • ખાલી પડેલી જગ્યાઓ માટેની જાહેરાતને હાઇકોર્ટમાં પડકાર
  • નોટિફિકેશન જ્યુડિશિયલ મેમ્બરની ઉંમર 50થી નીચે હોવી જોઈએ નહીં તેવા સૂચનને પડકાર

અમદાવાદ: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં (National Company Law Tribunal) જ્યુડિશિયલ મેમ્બરની (Judicial Member) ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવેલી જાહેરાત સામે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) જાહેર હિતની અરજી ઉપર સુનાવણી થઈ હતી.

ટ્રિબ્યુનલ જજની ભરતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી

આ પણ વાંચો: અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ માંથી યુવક થયો ગાયબ

કોર્ટે લો મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ ઓફિસને નોટિસ ઇશ્યુ કરી

જાહેરાતના નોટિફિકેશન જ્યુડિશિયલ મેમ્બરની (Judicial Member) ઉંમર 50થી નીચે હોવી જોઈએ નહીં તેવુ સૂચન કરવામાં આવ્યું છે. આ સૂચનને હાઇકોર્ટમાં (Gujarat High Court) પડકારવામાં આવ્યો છે. અરજદાર વતી તેમના વકીલ વિશાલ દવેએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જો હાઇકોર્ટના જજને દસ વર્ષના અનુભવના આધારને જ તેમની લાયકાત ગણી છે. આ માટે અગાઉ સુપ્રિમ કોર્ટ પણ આદેશ કરી ચુકી છે તો ટ્રીબ્યુનલ કોર્ટના (recruitment of a tribunal judge) જજની ઉંમર 50 વર્ષથી નીચેની નહી તેવી લિમિટ કઈ રીતે લગાવી શકાય. વધુમાં કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે હાઇકોર્ટ સાથે અન્ય કોર્ટ ઉપર કામનો બોજો ન પડે તે માટે ટ્રિબ્યુનલની વ્યવસ્થા ઊભી કરાઇ છે તો પછી કઈ રીતે જજની ઉંમર ઓછામાં ઓછી 50 વર્ષ રાખી શકાય.

આ પણ વાંચો: અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી

બંધારણમાં પણ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજની લાયકાત માટે ઉંમરનો કોઈ ઉલ્લેખ નહીં

મહત્વનું છે કે, દેશની સર્વોચ્ચ ન્યાયાલય અને રાજ્યની વડી અદાલતના જજની નિમણૂક માટે પણ ચોક્કસ લાયકાતનો ઉલ્લેખ ભારતના બંધારણમાં (Constitution of India) કરવામાં આવ્યો છે પરંતુ તેમની વય મર્યાદા અંગે કોઈ જ ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી. કોર્ટે અરજદારની રજૂઆત સાંભળી લો મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ ઓફિસને નોટિસ ઇશ્યુ કરી જવાબ માગ્યો છે. આગામી સમયમાં આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.