ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહપ્રધાને કલોલમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. અહીં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે વેક્સિન શોધાઈ ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું કે, આ મોદી વેક્સિન છે. ધ્યાનથી મૂકાવજો, પરંતુ હું વૈજ્ઞાનિકોએ દિવસરાત એક કરીને કોરોનાની વેક્સિન શોધી છે. તે બદલ હું આભાર માનું છું. કેન્દ્રિય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં તમે કમળ ખિલાવ્યું છે. કલોલને કમળ જેવું બનાવવાનું કામ મારું છે.
-
CORRECTION | Gujarat: Union Home Minister Amit Shah visited the residence of a party worker in Gandhinagar earlier today. pic.twitter.com/maemajnbb2
— ANI (@ANI) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">CORRECTION | Gujarat: Union Home Minister Amit Shah visited the residence of a party worker in Gandhinagar earlier today. pic.twitter.com/maemajnbb2
— ANI (@ANI) March 26, 2022CORRECTION | Gujarat: Union Home Minister Amit Shah visited the residence of a party worker in Gandhinagar earlier today. pic.twitter.com/maemajnbb2
— ANI (@ANI) March 26, 2022
કાર્યકર્તાઓ સાથે મુલાકાત : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. ગૃહપ્રધાને તેમની મુલાકાત દરમિયાન ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને અનેક વિકાસના કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. આ બાદ તેમણે ગાંધીનગર ખાતેનાં ભાજપના કાર્યકર્તાઓની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે અનેકો ચર્ચા કરી હતી.
કોરોના કાળમાં લોકોના ઘરે અનાજ પહોંચ્યું - કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં વ્યક્તિદીઠ દર મહિને 5 કિલો અનાજ 2 વર્ષ સુધી લોકોને આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 1990થી ભાજપનું શાસન છે, પરંતુ ગુજરાત ભાજપનો ગઢ છે, હતો અને રહેશે. કોંગ્રેસ અત્યારે મિટીંગ કરી રાખે છે.
-
આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી @Rushikeshmla , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @Nimishaben_BJP , પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp સહિત પદાધિકારીઓ, તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં. pic.twitter.com/BNzU50g5As
— BJP Gujarat (@BJP4Gujarat) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી @Rushikeshmla , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @Nimishaben_BJP , પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp સહિત પદાધિકારીઓ, તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં. pic.twitter.com/BNzU50g5As
— BJP Gujarat (@BJP4Gujarat) March 26, 2022આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી @Rushikeshmla , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @Nimishaben_BJP , પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp સહિત પદાધિકારીઓ, તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં. pic.twitter.com/BNzU50g5As
— BJP Gujarat (@BJP4Gujarat) March 26, 2022
અહીંથી હવે ગાડીઓ સડસડાટ નીકળશે - કેન્દ્રિય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, બીપીએમ ફાટકે 45 મિનીટ ગાડીઓ ઊભી રહેતી હતી. તે સમયે લોકો સિંગ ખાતા હતા, પરંતુ હવે સડસડાટ ગાડીઓ નીકળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બગીચો વડાપ્રધાનની અમૃત યોજનાની સ્કિમ અંતર્ગત બનશે. બાળકો કમ્પ્યુટર પર રમે છે, મેદાનમાં નહીં, પરંતુ જે બાળક માટીમાં ન રમી શકે તે જીવનમાં ક્યારેય જીવનની મુશ્કેલીનો સામનો ન કરી શકે. જે માટીમાં રમે, જે હારે, જે હાર પચાવતા શીખે અને જીતવાનો જોશ અને જૂનૂન રાખે તે જ જીવનમાં સફળ થાય છે.
કોંગ્રેસના સૂંપડા સાફ થશે - કેન્દ્રિય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, 2022નું વર્ષ ભાજપ માટે શુકનવંતું છે. કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે. જોકે, ચૂંટણી પહેલા અનેક પાર્ટીઓ ઊભી થઈ છે. તેમણે વડાપ્રધાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારતનું નામ ઊંચું કરવાનું કાર્ય વડાપ્રધાને કર્યું છે. ભારત વિશ્વમાં ઉત્પાદનનું હબ બની શકે છે. કલોલમાં 38 કરોડ રૂપિયા અને અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત થયું છે. કલોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસનો કાર્યો થશે. મારું ખાતું નગરપાલિકા પાસે સૂચિ મંગાવશે.
-
ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું.
— Amit Shah (@AmitShah) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
જ્યાં એક તરફ અન્નક્ષેત્રથી દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન મળશે તો બીજી તરફ કોલેજથી વિસ્તારના યુવાનોને સારૂ શિક્ષણ મળશે તેમજ જાહેરજનતાને સારી આરોગ્ય સુવિધાનો લાભ મળશે. pic.twitter.com/YYyLRfJW7z
">ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું.
— Amit Shah (@AmitShah) March 26, 2022
જ્યાં એક તરફ અન્નક્ષેત્રથી દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન મળશે તો બીજી તરફ કોલેજથી વિસ્તારના યુવાનોને સારૂ શિક્ષણ મળશે તેમજ જાહેરજનતાને સારી આરોગ્ય સુવિધાનો લાભ મળશે. pic.twitter.com/YYyLRfJW7zગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું.
— Amit Shah (@AmitShah) March 26, 2022
જ્યાં એક તરફ અન્નક્ષેત્રથી દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન મળશે તો બીજી તરફ કોલેજથી વિસ્તારના યુવાનોને સારૂ શિક્ષણ મળશે તેમજ જાહેરજનતાને સારી આરોગ્ય સુવિધાનો લાભ મળશે. pic.twitter.com/YYyLRfJW7z
ચૂંટણી અંગે કેન્દ્રિય ગૃહપ્રધાનનું નિવેદન - કેન્દ્રિય ગૃહપ્રધાને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કલોલના કાઉન્સિલરો એવું કાર્ય કરે તે આ વખતે તોડફોડ ન કરવી પડે. કલોલે ભાજપને નગરપાલિકા અને સાંસદ આપ્યા હવે વિધાનસભ્ય પણ આપજો.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે (શનિવારે) ગુજરાતના પ્રવાસે (Amit Shah Gujarat Visit) છે. તેમણે કલોલના મોટી ભોયણ (Amit Shah at Kalol) ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી કેન્સર રોગ લોકજાગૃતિ અંગેની તાલીમ માટેના કાર્યક્રમોનો શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્રિય ગૃહપ્રધાને ગાંધીનગર વહીવટી તંત્રનો માન્યો આભાર- ગાંધીનગર વહીવટી તંત્રએ ઘરે ઘરે પહોંચીને પ્રાથમિક આરોગ્યની ચકાસણી કરી હતી. તે દરમિયાન કોને કેન્સરના પ્રાથમિક લક્ષણો દેખાય છે. તેનો એક સરવે કરી તેમના આગળના ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરી હતી.
વડાપ્રધાને દેશને કોરોનાની ત્રીજી લહેરથી બચાવ્યો - કેન્દ્રિય ગૃહપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકારે લોકના ઘરે ઘરે પહોંચીને કોરોનાની રસી પહોંચાડી છે. ભારતને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવાનું કામ વડાપ્રધાને કર્યું છે.
કેન્દ્રિય ગૃહપ્રધાનનું સંબોધન - કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે, ચૂંટણીની જવાબદારીના કારણે કલોલ આવી શક્યો નહતો. સાથે જ તેમણે ઉંમેર્યું હુતં કે, કોંગ્રેસના સૂંપડા સાફ થઈ ગયા છે. હવે ક્યાંય કોંગ્રેસ દેખાતું નથી.
કેન્દ્ર સરકારે દરેકના આરોગ્યની ચિંતા કરી - કેન્દ્રિય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દરેકના આરોગ્યની ચિંતા કરી છે. આયુષ્માન ભારત યોજનામાં 100 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આરોગ્ય ક્ષેત્રે ભારતને નંબર 1 બનાવતા કોઈ નહીં રોકી શકે. વડાપ્રધાને 7 વર્ષની અંદર મેડિકલ કોલેજોની હારમાળા સર્જવાનું કામ કર્યું છે.
કેન્દ્રિય ગૃહપ્રધાને કલોલ નગરપાલિકામાં કર્યું ખાતમુહૂર્ત - કેન્દ્રિય ગૃહપ્રધાન મોટી ભોંયણના કાર્યક્રમ બાદ ભારતમાતા ટાઉન હોલ પહોંચશે. તેમણે કલોલ નગરપાલિકા અંતર્ગત BVM ફાટક પરના ઓવરબ્રિજ અને સરદારબાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું.
સોલા સિવિલમાં કરાવ્યું લોકાર્પણ - અમિત શાહે આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલમાં સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ અને જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ (Amit Shah at Sola Civil Hospital) કરાવ્યો હતો.
આ પણ વાંચો- CRPFના 83માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં અમિત શાહે આપી હાજરી
મુખ્યપ્રધાન પણ રહ્યા ઉપસ્થિત - કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.