અમદાવાદઃ ડીસામાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા એક સામાજિક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને લોકોએ તેમને ઊંચા કરી લીધાં હતાં અને કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં.આ કાર્યક્રમમાં લોકગાયક કિંજલ દવે પણ હાજર હતાં તેમણેે પણ નિયમોનો ભંગ કર્યો હતો.
ભાજપ દ્વારા અનેક કાર્યક્રમોમાં નિયમોનો ભંગ કરવામાં આવે છે નિયમોના ભંગ બદલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોરોનાને લઈને 2 નિયમ બનાવવામાં આવ્યાં છે. એક સામાન્ય નાગરિકો નિયમોનું પાલન ન કરે તો દંડ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તથા બીજો નિયમ ભાજપ માટે જેમાં કોઈ પણ નિયમનો ભંગ કરે તે ચલાવી લેવાય.ભાજપના સભ્યો ધારાસભ્યો માટે કોરોના ગાઈડ લાઈન્સ જુદી છે! કોંગ્રેસ દ્વારા લોકો માટે જ્યારે ધરણા કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે પોલીસે પરવાનગી ન આપી અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. તો ભાજપને કાર્યક્રમમાં જાહેરમાં ગરબા રમવાની પ્રદર્શન યોજવાની કે અન્ય મંજૂરી શા માટે આપવામાં આવે છે તે અંગે અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યાં હતાં.ભાજપ અને અન્ય નાગરિકો માટે કાયદા એક સમાન છે તો નિયમો બંને માટે સરખા હોવા જોઈએ માટે જે કાર્યવાહી નાગરિકો પર થાય તે ભાજપના નેતા પર થાય તેવી માગ કરવામાં આવી હતી.