- કોરોના વેક્સિનેશન ફેઝ-2માં શિક્ષકોએ વેક્સિન લીધી
- AMC સ્કૂલ બોર્ડના 4,800 શિક્ષકોએ વેક્સિન લીધી
- AMC સ્કૂલ બોર્ડના શાસનાધિકારીએ પ્રથમ વેક્સિન લઈને શિક્ષકોને વિશ્વાસ આપવ્યો
અમદાવાદ : વેક્સિનેશનના બીજા તબક્કામાં AMC સ્કૂલ બોર્ડના 4,800 શિક્ષકોએ કોરોના વેક્સિન માટે નામ નોંધાવ્યું છે. આ તમામ શિક્ષકો માટે અમદાવાદના ટાગોર હોલ અને પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલ ખાતે રવિવારેે કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, તમામ શિક્ષકોને વિશ્વાસ થાય અને તમામ શિક્ષકો કોરોના વેક્સિન લે તેવા હેતુથી AMC સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ સૌપ્રથમ વેક્સિન લઈને શિક્ષકોને વિશ્વાસ અપાવ્યો હતો.
કોરોના વેક્સિનની કોઈ આડઅસર નથી
લગધીર દેસાઈએ સંદેશો આપતા જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનની કોઈ આડઅસર નથી. તમામ શિક્ષકોએ કોરોનામાં સતત કોરોના વોરિયર બનીને કામ કાર્યું છે. જે માટે તમામ શિક્ષકોએ વેક્સિન લેવી જોઈએ. ત્યારે આગામી સમયમાં સ્કૂલ બોર્ડના તમામ શિક્ષકોને રસી લેવા માટે જણાવ્યું છે.
આગામી 5 દિવસમાં તમામ સ્કૂલ બોર્ડના શિક્ષકોને રસી અપાશે
શિક્ષકોએ કોરોના સમયમાં સતત કામ કર્યું છે અને ગરીબ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે કન્ટેનમેન્ટ ઝોનમાં જઈને પણ વિદ્યાર્થીઓને ચોપડીઓ પહોંચાડી છે. ત્યારે શાસનાધિકારી દ્વારા તમામ શિક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, દરેક શિક્ષકોએ કોરોના રસી લેવી જોઈએ. ત્યારે આગામી 5 દિવસમાં તમામ સ્કૂલ બોર્ડના શિક્ષકોને રસી આપવામાં આવશે.