અમદાવાદ રાજ્યમાં આ વર્ષે ચૂંટણી પહેલાં જ પક્ષપલટાની સિઝન બરાબરની જામી છે. એક તરફ કૉંગ્રેસના ધારાસભ્યો પાર્ટીનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ અન્ય પાર્ટીના નેતાઓ કૉંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેવામાં હવે ચૂંટણી પહેલા (Gujarat Assembly Elections 2022) શહેરમાં AIMIM અને AAPને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, બંને પાર્ટીના નેતાઓએ હવે કૉંગ્રેસનો હાથ પકડી લીધો છે.
બંને પાર્ટીને ફટકો પડ્યો ગુરૂવારે મોડી રાત્રે AIMIMનાં નેતા રૂબિના પઠાણ અને આમ આદમી પાર્ટીના નેતા ફરહાન શેખ (Aam Aadmi Party leaders joins Congress) સહિતના અનેક કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં જોડાઈ (AIMIM leaders joins Congress) ગયા હતા. આ સાથે જ બંને પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સામાન્ય રીતે જોઈએ તો વિપક્ષના નેતાઓ છે. તે જનતા પક્ષમાં જોડાતા હોય છે, પરંતુ જે રીતે AIMIM અને આમ આદમી પાર્ટીના આ હોદ્દેદારો કૉંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
નેતાઓની કૉંગ્રેસમાં ઘરવાપસી કૉંગ્રેસ દ્વારા દાણીલીમડામાં (Danilimda Ahmedabad) એક સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે જ કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને વિમલ શાહના હસ્તે રૂબિના પઠાણ અને ફરહાન શેખે કૉંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.
ચૂંટણી નજીક આવતા ઘર દેખાયું મહત્વનું છે કે, AIMIM અને આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીનું ગઠબંધન (AAP AIMIM Alliance) થયું હતું. ત્યારબાદ આ બંને નેતાઓ કૉંગ્રેસમાંથી અલગ અલગ પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હવે 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક (Gujarat Assembly Elections 2022) આવી રહી છે. ત્યારે તમામ નેતાઓને દાણીલીમડાની બેઠક (Danilimda Ahmedabad) ઉપરથી કૉંગ્રેસ જ તે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે એવું લાગતા રૂબિના પઠાણ સહિત અને કાર્યકર્તાઓએ કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે.