અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે(Ahmedabad Traffic Police) રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ ને બદલે રાખડી(Raksha Bandhan 2022) બાંધી પર્વની ઉજવણી કરી હતી. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા(Awareness of traffic rules) નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે
શહેરમાં ટ્રાફિક ભંગના કેસોમાં પણ વધારો અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા વાહનોના પગલે શહેરમાં ટ્રાફિક ભંગના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમજ લોકોના ટ્રાફિકના નિયમોની ઓછી જાગૃતિના લીધે આ પ્રકારના કેસો વધી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે.
ટ્રાફિકના નિયમોના ભંગ બાદ પોલીસ અને લોકો વચ્ચે અનેકવાર ઘર્ષણ જો કે તેમ છતાં ટ્રાફિકના નિયમોના ભંગ બાદ પોલીસ અને લોકો વચ્ચે અનેકવાર ઘર્ષણ પણ સર્જાય છે. તેથી ટ્રાફિક પોલીસ ઈચ્છે છે કે લોકો કાયદાનું પાલન કરે અને ટ્રાફિક નિયમનનું પોલીસને સહકાર આપે. જો કે તેમ છતાં લોકો દ્વારા આડેધડ ટ્રાફિક નિયમોના ભંગ કરવામાં આવી રહ્યા છે. જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર લોકોને નિયમોની જાગૃતિ માટે નવા નવા પ્રયોગો હાથ ધરવામાં પડે છે.
આ પણ વાંચો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો રોકડા પૈસા નથી તેવું બહાનું નહી ચાલે, પોલીસ ડિઝિટલ પેમેન્ટથી વસૂલશે
દંડની રકમ વસૂલવા માટે POS મશીનનો ઉપયોગ આ ઉપરાંત અમદાવાદ પોલીસે દંડની રકમ વસૂલવા માટે POS મશીનનો ઉપયોગ(Use of POS machines) શરૂ કર્યો છે. જેના પગલે સ્થળ પર ડિજિટલ દંડ વસૂલ(Digital fine recovery) કરવામાં આવે છે. જોકે તેમ છતાં લોકો હજુ આ સ્વીકારવા તૈયાર નથી અને દંડ પેટે રોકડની ચુકવણીનો જ આગ્રહ રાખી રહ્યા છે.