- ગત વર્ષ કરતાં આગની ઘટનામાં 35 ટકાનો ઘટાડો
- ફટાકડાના કારણે આગના 71 બનાવ બન્યા
- અન્ય કારણોસર આગના 45 બનાવો
- આગના કુલ 116 બનાવો બન્યા
અમદાવાદઃ આગના બનાવની માહિતી માટે અમદાવાદના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ફટાકડાના કારણે લાગતી આગમાં 8થી 10 જેટલા સીરીયલ ફાયરના બનાવો બનતા હોય છે અને કેટલાકમાં 18થી 20 જેટલી ફાયર વાહનોની જરૂર પડતી હોય છે. ક્યારેક તો બ્રિગેડ કોલ જાહેર કરવું પડે તેવી પણ જરૂરિયાત ઊભી થતી હોય છે અને મોટી માત્રામાં પાણીનો જથ્થો આગ બૂઝાવવામાં વપરાતો હોય છે. નુકસાની પણ મોટાપાયે થતી હોય છે. પરંતુ આ વર્ષે આગની એક પણ સિરિયસ ઘટના બની નથી અને કોઈપણ જાનહાનિના બનાવો પણ બન્યાં નથી.
- અમદાવાદીઓનું આવકાર્ય પગલું
ફટાકડાને કારણે થતું પ્રદૂષણ, આગ લાગવાના કારણે થતું મોટું આર્થિક નુકસાન, ઇજા, જાનહાનિ અને દુર્ઘટના ન ફેલાવવાની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અમદાવાદીઓએ ફટાકડા ધ્યાનપૂર્વક ફોડી અને સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યાં હતાં તે નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરી છે. આ કામગીરી અને આ પગલું આવકાર્ય ગણી શકાય.