અમદાવાદ : કોરોનાના વધતા કેસ સામે અમદાવાદની જનતા શું કહી રહી છે. તે જાણવાનો પ્રયાસ ETV ભારતની ટીમે કર્યો હતો. આ મુદ્દે લોકોનું કહેવું છે કે, એકાએક વધતા કેસનું મુખ્ય કારણ ચૂંટણી પ્રચાર સમયે થયેલા મેળાવડા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં અઢળક કિસ્સાઓમાં કાર્યકર્તાઓ માસ્ક વિના મેળાવડા કરતા નજરે પડ્યા છે. જેના કારણે આજે કોરોના વકરતા સામાન્ય જનતાને હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં કોરોનાના વધતા કેસ અંગે DDMAની આજે બેઠક યોજાશે
લોકોના સરકાર સામે અનેક પ્રશ્નો
આ બાહતે લોકોનું કહેવું છે કે, સામાન્ય જનતા પાસેથી માસ્ક વિના દંડ વસુલતા તંત્ર પાસે શું ચૂંટણી પ્રચારમાં માસ્ક વિના ફરતા કાર્યકર્તાઓ પાસેથી દંડ લેવાની સત્તા નથી ? બીજી તરફ શું કોરોના રાત્રે જ ફેલાય છે ? તેવો પ્રશ્ન પણ લોકો સરકારના નિર્ણય ઉપર કરી રહ્યા છે. કોરોનાની સ્થિતિ વણસતા હાલમાં જ શરૂ થયેલી શાળા-કોલેજો ફરીવાર બંધ કરી દેવામાં આવી છે. શાળા શરૂ થતા જ સંચાલકો તરફથી ફી તો વસૂલી લેવામાં આવી છે પરંતુ શૈક્ષણિક સત્રની ગુણવત્તા જાળવવામાં આવી નથી.
આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 879 કોરોના પોઝિટિવ કેસ, 513 ડિસ્ચાર્જ, 13 મોત