ETV Bharat / city

અમદાવાદ પોલીસને લગ્નની પરવાનગી માટે 5 દિવસમાં 400 અરજી મળી

અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા રાત્રિ કરફ્યૂ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ લગ્ન સિઝન પણ ચાલુ છે ત્યારે પોલીસ કમિશ્નરના જાહેરનામાથી લઈને અત્યાર સુધી પોલીસને લગ્નની પરવાનગી માટે 400 અરજી મળી છે.

અમદાવાદના પોલીસને લગ્નની પરવાનગી માટે 5 જ દિવસમાં 400 અરજી મળી

author img

By

Published : Nov 26, 2020, 5:31 PM IST

  • અમદાવાદ પોલીસને મળી 400 અરજી
  • લગ્નની પરવાનગી માટે 5 દિવસમાં મળી 400 અરજી
  • તમામ અરજીને પરવાનગી આપવામાં આવી
  • 21થી 25 નવેમ્બર સુધી મળી 400 અરજી

અમદાવાદઃ કોઈ પણ સ્થળે લગ્ન પ્રસંગ હશે તો તે તમામ લોકોએ હવે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લેવાની રહેશે. આ નિર્ણય બાદ 21થી 25 નવેમ્બર સુધીમાં જ અમદાવાદ પોલીસને 400 અજી મળી છે. પોલીસે તમામ અરજીને તપાસીને પરવાનગી પણ આપી છે. સૌથી વધુ અરજી હાઈવે નજીકના વિસ્તારમાં મળી છે જેમ કે, સોલા, નરોડા, નિકોલ વગેરે.

જરૂર જણાશે તો પોલીસ તપાસ પણ કરશે

પોલીસ દ્વારા લગ્ન માટે 100 માણસની પરવાનગી તો આપવામાં આવે છે, પરંતુ જ્યાં જરૂર જણાય ત્યાં પોલીસ દ્વારા રૂબરૂ જઈને સ્થળ પર જઈને તપાસ કરવામાં આવે છે. હાલ તો તમામ જગ્યાએ મંજૂરી આપવામાં આવે છે, પરંતુ વધુ લોકો ભેગા થાય તો પોલીસ પરવાનગી રદ કરી શકે છે તેવું કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું..

લગ્નમાં આ નિયમોનું પાલન કરવું પડશે

લગ્ન પ્રસંગ માટે પોલીસ દ્વારા મંજૂરી તો આપવામાં આવે છે, પરંતુ તે માટે કેટલાક નિયમો છે, જેમાં વધુમાં વધુ 100 માણસો જ ભેગા થઈ શકશે સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત રહેશે અને લોકોએ માસ્ક પહેરવું પણ ફરજીયાત રહેશે. આ ઉપરાંત રાત્રે 8 વાગ્યે કર્ફ્યું શરૂ થતું હોવાથી 9 વાગ્યા પહેલા તમામ પ્રસંગ પૂરા કરી દેવા પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.