- અમદાવાદમાં ટુ વ્હીલર 60 અને ફોર વ્હીલર માટે 40 કિમીની સ્પીડ લિમિટ નક્કી કરાઈ
- આઠ કરતાં વધુ સીટીંગ ધરાવતા વ્હીકલ માટે 70 કિમીની સ્પીડ લિમિટ નક્કી કરાઈ
- આઠ કરતાં વધુ બેઠક ક્ષમતા ધરાવતા વાહનો માટે 70ની સ્પીડ લિમિટ નક્કી કરાઈ
- ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ માટે 60, ટ્રેક્ટર 30 સ્પીડ લિમિટ નક્કી કરાઈ
આ પણ વાંચોઃ હાઈવે પર અકસ્માત રોકવા વલસાડ પોલીસ વિશેષ પાયલટ પ્રોજેક્ટ બનાવશે
અમદાવાદઃ જિલ્લાના અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર ચાલકો 60 અને ફોર વ્હીલર ચાલકો 40ની સ્પીડે વાહન ચલાવવું પડશે. ટ્રાન્સપોર્ટેશન વાહનને શહેરી વિસ્તારમાં 60ની સ્પીડે ચલાવી શકાશે. આઠ કરતાં વધુ બેઠક ક્ષમતા ધરાવતા વાહનો માટે 70ની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવે છે. ઉપરાંત ટ્રેક્ટર 30 સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામાં ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
આ વાહનોને લાગું નહીં પડે જાહેરનામું
આ જાહેરનામું એમ્બ્યુલન્સથી લઈને ફાયર ફાઈટર, પોલીસ અને વહીવટી તંત્રના વાહનોને લાગુ પડશે નહીં. અમદાવાદ શહેરમાં અકસ્માતો ઘટાડવા અને સલામતી વધારવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં માર્ગ સલામતી માટે મહત્વના નિયમો બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરા શહેરમાં ઓવર સ્પીડથી વાહન ચલાવશો તો ભરવો પડશે દંડ !