ETV Bharat / city

અમદાવાદમાં 6 હજાર AMTSબસની જરૂરિયાત છતાં બસોની સંખ્યા વધારવા કોઈ નિર્ણય નહીં - Policy Commission

અમદાવાદ શહેરમાં વધતી જન સંખ્યા પ્રમાણે ઘટતી બસ સામે નવી બસો શરૂ કરવા માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. મનપાની AMTS ની બસોની સંખ્યા વધારવામાં કોઇ નિર્ણય લઇ રહી નથી. અમદાવાદ શહેરમાં વધતા મુસાફરોની સામે હજી પણ મનપાએ 700 થી વધુ બસોની સંખ્યામાં વધારો કરવા અંગે કોઈ વિચાર કર્યો નથી.

અમદાવાદમાં 6 હજાર AMTSબસની જરૂરિયાત છતાં બસોની સંખ્યા વધારવા કોઈ નિર્ણય નહીં

author img

By

Published : Jul 20, 2021, 11:49 AM IST

  • શહેરમાં 6000 પબ્લિક ટ્રાન્સપોર્ટની બસની જરૂરિયાત
  • AMTS માં 150 બસોનો કોન્ટ્રાકટ પૂરો થતાં માત્ર 150 બસો માટે જ કોન્ટ્રાકટ કરાશે
  • વધતી જનસંખ્યા સામે AMTS ની બસ વધારવામાં AMTS ની તંગદિલી

અમદાવાદ: AMTSની વધુ 150 બસોના કોન્ટ્રાક્ટ માટેનો ટેન્ડર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસે બહાર પાડ્યો છે. મહત્વનું છે કે, હાલ શહેરમાં દોડતી 700 થી વધુ ની બસોમાંથી 150 જેટલી બસોનો કોન્ટ્રાકટ આગામી સમયમાં પૂરો થવાનો છે. ત્યારે ઘટતી બસ સામે નવી બસો શરૂ કરવા માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. એક તરફ AMTSની બસ અમદાવાદની લાઈફ લાઈન સમાન છે. ઠેર-ઠેર પહોંચતી AMTS ની બસમાં શ્રમિક વર્ગ મુસાફરી કરે છે, ત્યારે મનપાની AMTS ની બસોની સંખ્યા વધારવામાં કોઈ રસ નથી. શહેરમાં વધતા મુસાફરોની સામે હજી પણ મનપાએ 700 થી વધુ બસોની સંખ્યામાં વધારો કરવા અંગે કોઈ વિચાર કર્યો નથી.

અમદાવાદમાં 6 હજાર AMTSબસની જરૂરિયાત છતાં બસોની સંખ્યા વધારવા કોઈ નિર્ણય નહીં

આ પણ વાંચો: લાલ દરવાજાના AMTS બસ ટર્મિનલને અપાશે Heritage look, 6.5 કરોડના ખર્ચે બસ ટર્મિનલની થશે કાયાપલટ

નીતિ આયોગના રિપોર્ટ મુજબ દર હજારની વસ્તીએ એક બસની જરૂરિયાત

મહત્વનું છે કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉપર નિયંત્રણ લાવવા અને પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો વ્યાપ વધારવો અત્યંત જરૂરી છે. આ સુવિધાથી ન માત્ર મુસાફરોને ઓછા ખર્ચે પરિવહનની સુવિધા મળે છે પરંતુ ભારતના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે SDG એટલે કે, સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ માટે પણ જરૂરી છે. આ માટે નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ ભારતમાં દર હજારની વસ્તી સામે એક પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ હોવી જોઈએ. આમ જોતા અમદાવાદની અંદાજિત 60 લાખની વસ્તી સામે 6 હજાર બસની જરૂર છે. પરંતુ હાલ શહેરમાં AMTS 700 અને BRTS ની 260 આમ કુલ 960 બસ જ કાર્યરત છે. આમ શહેરની જેટલી બસોની જરૂરિયાત છે તેના માત્ર 16 ટકા જ બસ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ત્રણ દિવસથી AMTS કાર્યરત થઈ

છેલ્લા 5 વર્ષથી AMTS ની બસની સંખ્યામાં કોઈ વધારો નહીં

અમદાવાદ શહેરની વસ્તી સતત વધી રહી છે ત્યારે પણ AMTS ના અધિકારીઓને બસની સંખ્યામાં વધારો કરવામાં કોઈ રસ નથી. છેલ્લા કેટલા સમયથી AMTS ની બસોની સંખ્યામાં વધારો નથી કરવામાં આવ્યો તે અંગે પણ જ્યારે અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમની પાસે આ માટેની કોઈ જ માહિતી ઉપલબ્ધ ન હતી. જો કે આ સામે BRTS એ નવી ઇલેક્ટ્રોનિક બસ લાવવાનો નિર્ણય કર્યો પણ તે અમદાવાદની મોટા ભાગની જનતાના સંપર્કની બહાર હોય તે પ્રકારની સ્થિતિ છે. એક તરફ AMTS દૂરના વિસ્તારો સુધી વિસ્તરેલી છે, ત્યારે બીજી તરફ BRTS માત્ર કોરિડોર સુધી જ સંકોચાઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.