- બજેટ પર કોરોનાની અસર
- બજેટમાં રૂપિયા-1432 કરોડનો ઘટાડો
- કુલ-7475 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ કમિશ્નરે કર્યુ રજૂ
અમદાવાદ: કોર્પોરેશનના વર્ષ-2021 ડ્રાફ્ટ બજેટ કમિશ્નર મુકેશકુમારે બુધવારે રજૂ કર્યું હતું. કમિશ્નરે રૂપિયા 7475 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં અમદાવાદીઓને સામાન્ય કરવેરા વોટર કન્ઝર્વેશન અને વાહનવેરામાં કોઇપણ પ્રકારનો વધારો ન કરી અમદાવાદીઓને રાહત આપી છે. ગયા વર્ષે પૂર્વ કમિશ્નર વિજય નેહરાએ રૂપિયા 897.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં રૂપિયા 777.68 કરોડનો શાસક પક્ષે વધારો કર્યો હતો. કુલ મળીને 9685 કરોડનું બજેટ ગયા વર્ષે રજૂ કરાયું હતું. જેમાંથી મોટા ભાગના કામ કોરોના મહામારીના કારણે બાકી રહ્યા છે તો કોરોનાની અસર વર્ષ 2021-22ના બજેટ પર પણ પડી છે. ગયા વર્ષ કરતાં 1432 કરોડના ઘટાડા સાથે કમિશ્નર દ્વારા બજેટ કમિટી ચેરમેન સમક્ષ મૂકવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકાનું રૂપિયા 999.54 કરોડનું સૂચિત બજેટ પસાર
બજેટની મહત્વની વાતો જાણીએ તો...
- આરોગ્ય ક્ષેત્રે
આરોગ્યક્ષેત્રે vs, શારદાબેન હોસ્પિટલના નવીનીકરણનો બજેટમાં ઉલ્લેખ કરાયો છે.
પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ વોર્ડમાં 30 બેડની હોસ્પિટલને 100 બેડની હોસ્પિટલમાં કન્વર્ટ કરાશે.
શહેરના મોટેરા, વટવા, વસ્ત્રાલ, નરોડા, અમદાવાદ, સરખેજ, બોપલ, કુબેરનગર અને ગોતા વિસ્તારમાં નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે.
- પાણી ક્ષેત્રે
શહેરમાં ગયા વર્ષે કેટલાક નવા વિસ્તારોને શહેરી વિસ્તારમાં જોડવામાં આવ્યા હતા. તેવા બોપલ, ઘુમા કઠવાડા, ચિલોડા માટે વોટર ડ્રેનેજ રોડ જેવી પ્રાથમિક સુવિધા માટે 110 કરોડ રૂપિયાની ફાળવણી કમિશ્નરે કરી છે, સાથે જ 16 નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવાની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે. શહેરમાં નવા સમાવેશ કરાયેલા તમામ વિસ્તારોમાં STP અને SPA બનાવવા માટે ડ્રેનેજનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો ખર્ચ 20 કરોડ હોવાનું પણ બજેટમાં ઉલ્લેખ કરાયો છે.
- હાઉસિંગ ક્ષેત્રે
શહેરમાં 20,500 જેટલા નવા આવાસો બનાવવામાં આવશે. જેનાથી EWS 1 એટલે કે 30 ચોરસ મીટરના 12772 અને EWS 2 એટલે 30 ચોરસ મીટરથી વધુ અને 40 ચોરસ મીટર સુધીના 15717 આવાસ બનાવવામાં આવશે.
- રોડ-રસ્તા ક્ષેત્રે
નવા સમાવવામાં આવેલા તમામ વિસ્તારો માટે 45 કરોડના ખર્ચે નવા 20 કિલોમીટરના રોડ બનાવવાનું આયોજન કરવામાં આવશે, તો સાથે જ ચાલુ વર્ષ દરમિયાન 45 કિલોમીટરના નવા રોડ ખુલ્લા મૂકવામાં પણ આવશે.
- એજ્યુકેશન ક્ષેત્રે
શહેરમાં 23.5 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનમાં સ્કૂલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, તો સાથે જ પૂર્વ ઝોનમાં હાથીજણ રામોલ વિસ્તારમાં આવેલી વિનોબાનગર હાઇસ્કુલ અને વસ્ત્રાલમાં મોડલ સ્કૂલ આ વર્ષના બજેટમાં કરવામાં આવ્યું છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં ચાલી રહેલી સ્કૂલનું કામ પણ અવશ્ય પૂર્ણ થાય તેવી શક્યતાઓ બજેટમાં દર્શાવવામાં આવી છે.
- શહેરી ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે
મ્યુનિસિપલ તંત્ર 150 ઈલેક્ટ્રીક બસો ખરીદવાની છે. AMTS અને BRTSના અવર-જવર માટે 07 કરોડના ખર્ચે સેન્સર સંચાલિત ઓટોમેટીક ગેટ બનાવવામાં આવશે. નારણપુરા અને વસ્ત્રાલમાં ઈલેક્ટ્રીક બસો માટેના ચાર્જિંગ અને પાર્કિંગ ડેપો બનાવવાની પણ કામગીરી કરવામાં આવશે. AMTSની હાલ શહેરમાં 910 બસ દૈનિક સુવિધા પૂરી પાડે છે. જેમાં 150 મીડી બસ લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
- કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ ક્ષેત્રે
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરવામાં આવશે સાથે જ ઝુલેલાલ ઓડિટોરિયમ હોલ પણ બનાવવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા બોર્ડમાં કોમ્યુનિટી હોલ અને 30 કરોડના ખર્ચે શહેરમાં ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે.
- ફ્લાય ઓવર અને રેલવે અંડર પાસ ઓવર બ્રિજ ક્ષેત્રે
અમદાવાદ શહેરમાં હાલ કુલ-73 જેટલા બ્રિજ હયાત છે સાથે જ 15 જેટલા બ્રિજની કામગીરી હાલ શરૂ છે, તો આગામી વર્ષ 2021-22ના નવા 14 બ્રિજ બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે ઓવરબ્રિજ એક નવો બનાવવામાં આવશે તેમજ રેલવે અંડર પાસ નવા 9 બ્રિજનું આયોજન થશે અને ચાર જેટલા ફલાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સ્થાયી સમિતિની પાંચ દિવસની ચર્ચા બાદ રૂપિયા 3804.36 કરોડનું બજેટ મંજૂર કરાયું
આગામી દિવસોમાં બજેટ થશે રજૂ
મુકેશકુમારે બુધવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂઆતો કરી આપી છે સાથે જ શાસક પક્ષ આમાં સુધારા-વધારા સાથે આગામી દિવસોમાં બજેટ રજૂ કરશે.