- ભારતના 256 જિલ્લામાં હોલમાર્ક (Hallmark)નો કાયદો લાગુ
- ગુજરાતના 23 જિલ્લામાં કાયદો લાગુ
- આ કાયદાનો ફેઝ-2 આવશે
અમદાવાદ : સંપૂર્ણ ભારતમાં સોનાના ઘરેણા ઉપર હોલમાર્કિંગનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશને (Jewelers Association) કાયદા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા હાલમાં આ હોલમાર્કિંગ મેન્ડેટરી (Hallmarking mandatory) કરાયુ છે. તેને જવેલર્સ આવકારે છે. આ કાયદો પહેલાથી જ છે, ફક્ત તેને ફરજિયાત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 95 ટકા જ્વેલર્સ હોલમાર્કવાળા દાગીના બજારમાં વેચે છે. જ્વેલર્સ માટે આ નવું નથી. ગ્રાહકોને પહેલાં પણ ગુણવત્તા વાળો માલ મળતો હતો, તેવો જ ગુણવત્તાવાળો માલ હોલમાર્ક (Hallmarking) સાથે મળશે.
40 લાખથી નીચું ટર્નઓવર ધરાવતા જ્વેલર્સને મુક્તિ
જે લોકો પાસે જુના દાગીના છે કે હોલમાર્ક વાળા નથી. તે પણ વેચી શકાશે એના પર કોઈ બેન નથી. સરકારે જ્વેલર્સને સાથે રાખીને કાયદાની અંદર જે નાની-મોટી દુવિધાઓ હતી, તેને દૂર કરીને જ્વેલર્સનું કાર્ય સરળ બનાવ્યુ છે. પહેલા 14, 18 અને 22 કેરેટના હોલમાર્કિંગ (Hallmarking) યુક્ત દાગીના વેચવાની જ્વેલર્સને પરમિશન હતી, પરંતુ હવે જ્વેલર્સની માંગણીથી 20, 23 અને 24 કેરેટના દાગીના વેચી શકાશે. નાના જ્વેલર્સ જેનું વાર્ષિક ટર્નઓવર 40 લાખથી નીચે છે. તેમને આ માટેનું લાઇસન્સ લેવાની જરૂર નથી.,પરંતુ મેન્યુફેક્ચરર્સ સેલિંગ કરે તો તેને આ માટેનું સર્ટિફિકેટ લેવું પડશે. સર્ટિફિકેટ માટે પહેલા ત્રણ વર્ષ કે પાંચ વર્ષ બાદ રીન્યુ કરવું પડતું હતું. હવે વન ટાઈમ રજિસ્ટ્રેશનથી કામ ચાલશે. 1લી સપ્ટેમ્બરે આ કાયદાનો ફેઝ-2 આવશે. જેમાં હોલમાર્કિંગ સેન્ટર વધારવામાં આવશે અને જ્વેલર્સે પોતાના જૂના ઘરેણાનું હોલમાર્કિંગ (Hallmarking) કરાવવાનું રહેશે.
આ પણ વાંચો : જ્વેલર્સ એસોસિએશને સીએમ રુપાણીને પત્ર લખી આ ફેરફાર કરવા માગણી કરી
જુના દાગીના પર પણ હોલમાર્કિંગ (Hallmarking) કરી શકાશે
ફેઝ-1નમાં ભારતના 256 જિલ્લા અને ગુજરાતના 33 જિલ્લાનો હોલમાર્કિંગ (Hallmarking)માં સમાવેશ કરાયો છે. ફેઝ-2 માં સરકાર દ્વારા હોલમાર્કિંગ (Hallmarking) સેન્ટરનો ઉભા કરાશે. જ્વેલર્સ એસોસિએશન (Jewelers Association) દ્વારા હોલમાર્કિંગ વિશે દરેક જ્વેલર્સને માહિતી અપાય છે. જુના દાગીના પર ટેસ્ટિંગ અને હોલમાર્કિંગ (Hallmarking) કરાવી શકાશે. હોલમાર્કિંગ (Hallmarking) વિશે જાગૃતિના પ્રોગ્રામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (Bureau of Indian Standards), જ્વેલર્સ એસોસિયેશન (Jewelers Association) અને ભારત સરકાર દ્વારા પણ કરાયા છે.
આ પણ વાંચો : સુરતમાં જેમ એન્ડ જ્વેલરી અને હીરાઉદ્યોગના ઉદ્યોગપતિઓએ બજેટને આવકાર્યુ
પેન, ઘડિયાળ, એપિક દાગીનાને છૂટ
આ કાયદાથી ગ્રાહકો અને જ્વેલર્સ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે. ગુજરાતમાં સામાન્ય રીતે 18 કેરેટના દાગીના ડાયમંડ માટેના ઘરેણાં અને 22 કેરેટના દાગીના લગ્નસરાની સિઝન માટે વપરાય છે. એપિક દાગીના, ઘડિયાળ, પેનને હોલમાર્કિંગ (Hallmarking)માંથી ફેઝ-1માં છૂટ આપવામાં આવી છે.