- ફાયર સેફટીને લઇ હાઇકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર
- રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી હોવી જોઈએ- કોર્ટ
- રાજ્ય સરકાર સ્કૂલોમાં ફાયર સેફટી અંગે હરિયાણા મોડેલ અપનાવે તેવો કર્યો આદેશ
અમદાવાદ: શાળાઓમાં ફાયર સેફટીની અભાવ ઉપર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે જણાવ્યું હતું કે, શાળાઓમાં બાળકો, શિક્ષકો અને સ્ટાફ માટે ફાયરની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. તેમજ રાજ્યભરમાં હજી પણ 5199 શાળાઓમાં ફાયર સેફટી ન હોવા ઉપર પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકારને લગાવી ફટકાર, કહ્યું હરિયાણા મોડેલ અપનાવો
રાજ્યની હજી પણ 5199 શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે ટકોર કરતા ગુજરાત સરકારે રાજ્યની સ્કૂલોમાં હરિયાણા મોડેલ મુજબ ફાયર સેફટી અપનાવવી જોઈએ. સાથે જ હોસ્પિટલ, ક્લિનિક એસ્ટેબલિશમેન્ટ અંગે પણ રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:સુરત: ફાયર સેફ્ટીનો અભાવ, ફાયર વિભાગે સ્કૂલ, શો રૂમને સીલ કર્યા
અગાઉ બની ચુક્યા છે તક્ષશિલા જેવા બનાવો
વર્ષ 2019 માં પણ આવી જ બેદરકારીને કારણે સુરતના તક્ષશીલમાં નિર્દોષ બાળકો મોતને ભેટ્યા હતા. જે બાદ પણ હજી સુધી રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધાઓ ઉભી થઇ શકી નથી. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ કરવામાં આવેલી જાહેર હિતની અરજી મામલે ચાલી રહેલી સુનવણીમાં હાઇકોર્ટે આદેશ કર્યો હતો.