અમદાવાદઃ કોરોનાની વૈશ્વિક મહામારીમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ અને તેમના પત્ની કોરોના સંક્રમિત થયા છે. હસમુખભાઈ પટેલ કોરોનામાં સમાજના દરેક વર્ગના નાગરિકોની મદદની સાથે સતત પ્રવાસ કરતા રહ્યા છે. સાથે અનેક કાર્યક્રમમાં ભાગ લઈને નાગરિકોની સેવામાં કાર્યરત રહેતાં હતાં. તેઓ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કેડિલા ઓવરબિજ પાસેની વિશાલાપાર્ક સોસાયટીમાં વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ હસમુખ પટેલે અમદાવાદમાંથી કોરોના કોવિડ વિજય રથને પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ કોરોના પોઝિટિવ થયાં - Corona Positive
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં કેટલાય સેલિબ્રિટી પોઝિટિવ થયાં છે. આજે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર આવ્યાં છે. બન્ને ઘરમાં જ આઈસોલેટ થયાં છે.