અમદાવાદ: અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન (Ahmedabad Hospital And Nursing Home Assio.) તરફથી બીયું પરમિશન અને સી ફોર્મને લઇ કોર્પોરેશન ઘેરાવો ડૉકટર્સે કર્યો હતો. જેમાં અંદાજિત 100થી વધારે ડૉકટર્સે વલ્લભસદનથી લઈ કોર્પોરેશન સુધી રેલી કાઢીને (Bike Really Against Corporation 2022) વિરોધ પ્રદર્શન કર્યું હતું. વર્ષ 1949 થી 2021 સુધી તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એકટ 1949 હેઠળ નોંધણી (BU Permission for Hospital) કરવામાં આવે છે. તેના જરૂરી દસ્તાવેજો પણ આપી રહી છે. જેના કારણે કોઈપણ હોસ્પિટલને નોંધણી સમસ્યા જોવા મળી રહી ન હતી.
આ પણ વાંચો: બહેનને ન્યાય અપાવવા માટે ભાઈએ કર્યું આ ખાસ કામ, લોકો બોલી ઉઠ્યા કે...
400 હોસ્પિટલના ડૉક્ટર્સ પરેશાન: ડૉકટર્સે જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી આ બીયું પરમિશનના કારણે અમદાવાદની 400 જેટલી હોસ્પિટલના ડૉક્ટર્સ પરેશાન છે. એ પ્રેક્ટિસ કરી શકતા નથી. આ નિર્ણયનો ઝડપથી નીકાલ નહીં આવે તો આ હોસ્પિટલ્સને આગામી સમયમાં તાળું લાગી શકે છે. જેની માઠી અસર જે તે વિસ્તારના દર્દીઓ પર પડે એમ છે. ડૉક્ટર્સ કહે છે કે, સરકાર દ્વારા માત્ર શાંતિ રાખવાની અપીલ કરાઈ હતી. કોઈ નિરાકરણ આવ્યું ન હતું. હાલ અમદાવાદમાં જે 35-40 વર્ષ જૂની હોસ્પિટલ્સ છે. ઓક્ટોબર 2021થી અમદાવાદ કોર્પોરેશનને આ એકટ મુજબ વેલીડ બિલ્ડીંગ બીયું પરમિશન માંગવાની શરૂઆત કરી હતી. આ માત્ર અમદાવાદ લાગુ કરવામાં આવી છે ગુજરાત અન્ય શહેરમાં કેમ નહીં.
આ પણ વાંચો: શું તમે જાણો છો, ગોરખ આમલી પાચન સહિત અનેક સમસ્યાઓમાં રાહત આપે છે
ચિમકી ઉચ્ચારી: તે પહેલાં નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં આવતી હતી. હવે મહાનગર પાલિકામાં છે. જેથી આનો વચગાળાનો રસ્તો કાઢવાની ડોકટરો માંગણી કરી રહ્યા છે. અમદાવાદ એસ્ટેટ વિભાગ અને સરકાર સાથે સંકળાયેલા છે. જો આનું નિરાકરણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશનમાં જ બેસી રહેવામાં આવશે. જરુર પડશે તો ભૂખ હડતાળ પર ઉતરીશું. માર્ચ મહિનામાં 500 હોસ્પિટલ્સ રજીસ્ટર હતી. જેમાં આવનારા બે વર્ષમાં સીધો 500 હોસ્પિટલનો વધારો થાય છે. આ અંગે સરકાર અને તંત્ર ભેગા થઈને વચલો રસ્તો કાઢી શકે. તબીબો કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા.