અમદાવાદ : મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના ગાર્ડન વિકાસ માટે ટ્રી ગાર્ડ લગાવવાનું ટેન્ડર (Ahmedabad corporation Tenders) મળેલી રિક્રિએશન કમિટીમાં પાસ કરવામાં આવ્યું છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે છેલ્લા ઘણા વર્ષથી આ એક જ ઇન્દ્રસ્ટ્રીઝને આપવામાં આવે છે. જે એક ટ્રી ગાર્ડની કિંમત 1151 રૂપિયાની મુકવામાં (Tree guard for garden development in Ahmedabad) આવી છે. પરંતુ આ ટ્રી ગાર્ડ કેવા પ્રકારનું હશે.? વજન કેટલું હશે. ? તેની કોઈ પ્રકારની માહિતી લીધા વિના અમદાવાદ કોર્પોરેશન ટેન્ડર આપી દેતા અનેક સવાલો એએમસી તંત્ર (Recreation committee of AMC )સામે ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ AMC દ્વારા રોડ-રસ્તા કામો પૂર્ણ કરવાનો ટાર્ગેટનો ફિયાસ્કો
રિનોવેશન ખર્ચ કોર્પોરેશન ભોગવશે- અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જોધપુર વિસ્તારમાં કરોડોના ખર્ચે રીક્રિએશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આ રિક્રિએશન સેન્ટરને પાંચ વર્ષ માટે 15 લાખ જેટલી નજીવી કિંમતે આપી દેવામાં આવ્યું છે. સાથે આ રિક્રિએશન સેન્ટર જે પણ રીનોવેશન ખર્ચ થશે તે કોર્પોરેશન પોતાની તિજોરીમાંથી ચૂકવશે. જેથી કોર્પોરેશનની (Recreation committee of AMC )આવી કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
શહેરના દરેક ગાર્ડનમાં ટ્રી ગાર્ડ લગાવામાં આવશે -કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં શહેરના દરેક ગાર્ડનમાં ટ્રી ગાર્ડ લગાવવાં ટેન્ડર (Ahmedabad corporation Tenders) પાસ કરવામા આવ્યું છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે દર વર્ષે અમદાવાદના ગાર્ડન વિકાસ માટે ટ્રી ગાર્ડ માટેનું ટેન્ડર પાસ કરવામા આવે છે . તો આ ટ્રી ગાર્ડ જાય છે ક્યાં ? એ વાતે કોર્પોરેશનના જેતે અધિકારીઓ પણ અજાણ છે.આ વર્ષે પણ હરિહંત ઇન્દ્રસ્ટ્રીઝને ટ્રી ગાર્ડ લાગવાનું ટેન્ડર (Tree guard for garden development in Ahmedabad) આપવામાં આવ્યું છે જેમાં એક ટ્રી ગાર્ડની કિંમત 1151 રૂપિયા મુકવામાં આવી હતી. જે કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં મંજૂરી (Recreation committee of AMC )આપી દેવામાં આવી છે.
કર્મચારીઓની બદલીનો નિર્ણય - અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓની બદલીઓનો નિર્ણય પણ લેવાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એકસાથે 600 જેટલા કર્મચારી જે 1000 દિવસથી વધુ સમયથી એક પદ પર કામ કરતા હતાં તેમની બદલી કરવાનો નિર્ણય એક મહિના પહેલા સ્ટેન્ડીગ કમિટીમાં મુકવામાં આવ્યો હતો. તે નિર્ણયને મ્યુનિશિપલ કમિશનર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ AMCની પ્રિમોન્સુન કામગીરી સામે કૉંગ્રેસનું 'નાટક'
ક્યારે લેવાયો નિર્ણય -એક મહિના પહેલા મળેલી સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં બદલીઓ અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 89 AMTS કંડકટર, 276 જુનિયર કલાર્ક, 152 સિનિયર કલાર્ક, 21 હેડ કલાર્ક, 48 ઓફિસ સેક્રેટરી અને 43 બઢતી સાથે હેડ ક્લાર્ક એમ કુલ મળીને 630 જેટલા કર્મચારીની બદલી કરવામાં આવી છે.
આ વિભાગમાં બદલી નહીં -જોકે હેલ્થના કર્મચારી હાલ પૂરતી બદલી નથી કરાઇ. ચોમાસુ નજીક આવી ગયું છે. સાથે કોરોના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે મહાનગરપાલિકા દ્વારા હાલ પૂરતા સોલીડ વેસ્ટ અને હેલ્થના કર્મચારીઓની બદલી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આગામી સમયમાં પણ સોલીડ વેસ્ટ અને હેલ્થ કર્મચારીઓની બદલી કરવામાં આવશે.