અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા પાસે મૂર્તિઓનું મોટું બજાર આવેલ છે. દર વર્ષે આ બજારમાંથી મોટી સંખ્યામાં મૂર્તિઓની ખરીદી થતી હોય છે.ત્યારે આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈને સરકાર દ્વારા માત્ર બે ફૂટ સુધીની મૂર્તિ અને માટીની મૂર્તિ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી.
ગણેશ ચતુર્થી છતાં મૂર્તિ બજારમાં કોરોનાનું ગ્રહણ મૂર્તિઓનું વેચાણ ઘટ્યું મૂર્તિકરોએ માટીની મૂર્તિ તો બનાવી પરંતુ તેનો ભાવ POPની મૂર્તિ કરતાં અનેકગણો વધારે હતો. જ્યારે ભક્તો મૂર્તિ ખરીદવા આવતાં ત્યારે POPના ભાવમાં જ માટીની મૂર્તિ ખરીદવા માટે માગણી કરતાં હતાં. પરંતુ મૂર્તિકારોને POPના ભાવમાં માટીની મૂર્તિ આપવી પોસાય તેમ નથી.અમદાવાદ ગણેશ ચતુર્થી છતાં મૂર્તિ બજારમાં કોરોનાનું ગ્રહણ મૂર્તિઓનું વેચાણ ઘટ્યું અગાઉ જે મૂર્તિ POPની 1000 રૂપિયા સુધીમાં મળતી હતી તે જ માટીની મૂર્તિ હવે ૨૫૦૦ થી ૩૦૦૦ સુધી બજારમાં મળે છે.. કેટલાક મૂર્તિકારોએ તો મૂર્તિ બનાવવા અને મટીરીયલ લાવવા માટે વ્યાજે પૈસા લીધાં હતાં પરંતુ જ્યારે આજે સવારથી જ બજારમાં ઘરાકી જોવા મળી ત્યારથી મૂર્તિકારો હતાશ થઈ ગયાં હતાં.દર વર્ષે ગણેશ ચતુર્થીના આગળના દિવસે અને ગણેશ ચતુર્થીના દિવસથી જ સવારથી જ મૂર્તિ ખરીદવા માટે લોકોની મોટી ભીડ જોવા મળતી હતી પરંતુ આ વર્ષે કોરોનાવાયરસનું ગ્રહણ ગણેશ ચતુર્થીમાં પડ્યું છે તેથી બજારમાં મૂર્તિ ખરીદનાર લોકોની સંખ્યા ખૂબ જ ઘટી હતી.અમદાવાદ ગણેશ ચતુર્થી છતાં મૂર્તિ બજારમાં કોરોનાનું ગ્રહણ મૂર્તિઓનું વેચાણ ઘટ્યું મહત્વનું છે કે જ્યારે કોરોના વાયરસના કેસ અમદાવાદમાં વધી રહ્યાં હતાં ત્યારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ અનેક કેસ સામે આવ્યાં હતાં. જેમાંથી મોટાભાગના કેસ મૂર્તિકારોમાં પણ જોવા મળ્યાં હતાં.જેથી આ સમગ્ર વિસ્તાર ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો.ત્યારે લોકોમાં હજુ પણ ડર છે કે મૂર્તિ ખરીદવા જશે તો કોરોના વાઇરસનો ચેપ લાગી શકશે એ કારણથી પણ બજારમાં લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.આ વર્ષે કોરોના વાયરસ આવ્યા બાદ આવેલા તમામ તહેવારોમાં કોરોના વાયરસની અસર જોવા મળી છે. મંદિરમાં પણ ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી તો હવે ગણેશ ચતુર્થીમાં પણ લોકોની ઓછી ભીડ જોવા મળી છે અને આગામી સમયમાં નવરાત્રિ આવે છે ત્યારે સરકાર દ્વારા કઇ રીતે પરવાનગી આપે છે તે પણ હવે જોવાનું રહ્યું.