ETV Bharat / city

હવે ચોમાસામાં લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી, તંત્ર અપનાવશે નવો અભિગમ - અમદાવાદ કલેક્ટર સંદિપ સાંગલે

અમદાવાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ મોન્સુન બેઠક (Ahmedabad Collector Meeting for Pre Monsoon) યોજાઈ હતી. રાજ્યમાં આગામી ચોમાસામાં પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આફતો આવે તો તેને પહોંચી વળવાના પૂર્વ આયોજનના ભાગરૂપે આ બેઠક યોજવામાં (Rain in Ahmedabad) આવી હતી.

હવે ચોમાસામાં લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી, તંત્ર અપનાવશે નવો અભિગમ

author img

By

Published : May 19, 2022, 8:52 AM IST

Updated : May 19, 2022, 10:40 AM IST

અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુનો પ્રારંભ થવાની શક્યતા છે. ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો તેના પૂર્વઆયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેની (Ahmedabad Collector Sandeep Sangle) અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પ્રિ મોન્સૂન બેઠકનું (Ahmedabad Collector Meeting for Pre Monsoon) આયોજન કરવામાં આવ્યું હતું. તો આ વખતે 'ઝીરો કેઝ્યુઅલિટી'નો અભિગમ (Zero casualty approach) અપનાવવામાં આવશે.

પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આફતો આવે તો તેને પહોંચી વળવાના પૂર્વ આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ

'ઝીરો કેઝ્યુઆલિટીનો' અભિગમ અપનાવશે - આ બેઠકમાં કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ‘ઝીરો કેઝ્યૂઅલ્ટી’ અભિગમથી (Zero casualty approach) કામ કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદ પર પણ નજર રાખવા તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટરે વધુમાં અમદાવાદ જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જોખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી. તે વિસ્તારોમાં અગાઉથી IEC (Information Education Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશાનિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો- બહારનું ફૂડ ખાતા હોવ તો ચેતી જજો, નહીં તો બનશો રોગચાળાનો શિકાર

અવરોધરૂપ સ્ટ્રક્ચર દૂર કરવું - કલેકટરે નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઈનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લા તરવૈયાઓની યાદી, રેડિયો, વાયરલેસ સેટ, બોટ તેમ જ ઈમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ આ બેઠકમાં કરી હતી.

રાજ્યની સંસ્થાઓને કંટ્રોલરૂમ ખોલવા તાકીદ - જિલ્લા કલેક્ટરે (Ahmedabad Collector Meeting for Pre Monsoon) આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપૂરવઠા તેમ જ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા તેમજ રેઈન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે. તેવા વોકળા, નાળાની સાફસફાઈ કરવા તેમ જ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સૂચના આપી હતી.

આ પણ વાંચો- AMC Standing Committee Meeting: અમદાવાદની સુંદરતામાં ઉંમેરાયું વધુ એક મોરપીંછ, PMને અપાયું વિશેષ આમંત્રણ

પશુધન બચાવવા પણ સૂચન - જિલ્લા કલેક્ટરે (Ahmedabad Collector Meeting for Pre Monsoon) આફતના સમયે કન્ટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમ જ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. જ્યારે પશુપાલન વિભાગના અધિકારીને ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની વ્યવસ્થા (Animal vaccination system) વિશે પણ સૂચનો કર્યું હતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઇન મૂકો - મામલતદારોને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, પાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિસ્તારના સિટી ડિઝાસ્ટર પ્લાન તેમ જ તમામ તાલુકાના વિકાસ અધિકારીઓને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઇન અપડેટ કરવાની કામગીરી કરવા માટેની સૂચના પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. જોકે, આ બેઠક દરમ્યાન સિંચાઇ વિભાગ દ્વારા નિયમિતરૂપે દર 2 કલાકે વરસાદની અને તેના લગતી સ્થિતિનું અપડેટ સતત આપતા રહેવા માટેના અગાઉથી નિયત પ્લાનને અનુસરવા જણાવ્યું હતું

જિલ્લા કન્ટ્રોલ રૂમ શરૂ થશે - જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ પણ રાબેતા મૂજબ શરૂ કરી દેવામાં આવશે. આ કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવામાં આવશે અને તેની પર અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે. આ બેઠકમાં (Ahmedabad Collector Meeting for Pre Monsoon) સંભવિત આફત બાદ આરોગ્ય, વીજળી, પાણી પૂરવઠો તાત્કિલક મળી રહે તે માટેના સૂચનો અને માર્ગદર્શન પણ આપ્યા હતા.

Last Updated : May 19, 2022, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.