ETV Bharat / city

Ahmedabad 2008 Serial Blast Case: સ્પેશિયલ કોર્ટ 49 આરોપીઓને આજે ફટકારશે સજા

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની (Ahmedabad 2008 Serial Blast Case)આજે સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થવાની છે. આજે સ્પેશિયલ કોર્ટ (Ahmedabad Bomb Blast Case Hearing) 49 આરોપીઓને સજા સંભળાવશે.

Ahmedabad 2008 Serial Blast Case: સ્પેશિયલ કોર્ટ 49 આરોપીઓને આજે ફટકારશે સજા
Ahmedabad 2008 Serial Blast Case: સ્પેશિયલ કોર્ટ 49 આરોપીઓને આજે ફટકારશે સજા
author img

By

Published : Feb 17, 2022, 8:41 PM IST

Updated : Feb 18, 2022, 10:39 AM IST

અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની (Ahmedabad 2008 Serial Blast Case) આજે સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે આજે સમગ્ર કોર્ટ પોલીસ છાવણીમાં (Tight police presence in Ahmedabad Special Court) ફેરવાઈ ગયું છે. પોલીસ ખાનગી કેમેરા રાખીને કોર્ટની અંદર જતા દરેક લોકોનું રેકોર્ડિંગ કરી રહી છે. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કોર્ટમાં સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

આજે ચૂકાદો

સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની બંને પક્ષી સુનાવણી (Hearing on Ahmedabad Blast 2008) પૂરી થઈ ગઈ છે, જેમાં તમામ સુનાવણી દરમિયાન 49 આરોપીઓને સાંભળવામાં આવ્યા હતા. ત્યારબાદ નામદાર કોર્ટે બંને પક્ષોની રજુઆતને સાંભળીને 18 ફેબ્રુઆરી એટલે કે આજે વિશેષ કોર્ટ ચુકાદો (verdict in Ahmedabad Blast 2008) આપશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણી જીતવાનો શું મંત્ર આપશે?

કુલ 74 આરોપીઓની ધરપકડ

અમદાવાદ સિરિયલ બોમ્બ 26 જુલાઈ 2008માં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં (Ahmedabad 2008 Serial Blast Case) 56 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને 244થી વધારે લોકો ઘાયલ થયા હતા, જેમાં કુલ 74 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા હતા અને 49 આરોપીઓને સજાનું એલાન કરવામાં આવશે. આ તમામ આરોપીઓને ફાંસીની સજા અથવા જન્મટીપ સુધીની સજા થઈ (Ahmedabad Bomb Blast Case Hearing) શકે છે.

આ પણ વાંચો: Surat Robotics Surgery: વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક સર્જરી સુરતની હોસ્પિટલમાં

બચાવ પક્ષે આરોપીઓને ઓછામાં ઓછી સજાની અપીલ કરી

જોકે, ફરિયાદી પક્ષે કોર્ટમાં તમામ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માગ કરી છે. જ્યારે બચાવ પક્ષે આરોપીઓને ઓછામાં ઓછી સજાની અપીલ કરી હતી. કોર્ટમાં બ્લાસ્ટ મામલામાં 49 દોષીતોની સજા પર દલીલ પૂર્ણ થઈ ચૂકી છે. જોકે, હજી સુધી કોર્ટે આરોપીઓને સજાની જાહેરાત નથી કરી.

અગાઉ 2 ફેબ્રુઆરીઓ આવવાનો હતો ચૂકાદો

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad 2008 Serial Blast Case) થયા હતા. આ બ્લાસ્ટમાં (Ahmedabad 2008 Serial Blast Case) 56 લોકોના મોત થયા હતા. સાથે જ 200 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હૃદય કંપાવી દેનારી ઘટના 26 જુલાઈ 2008ના દિવસે બની હતી. તે દિવસે અમદાવાદમાં થયેલા 21 જગ્યાએ બ્લાસ્ટે સમગ્ર દેશને (Ahmedabad 2008 Serial Blast Case) હચમચાવી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2 ફેબ્રુઆરીએ આ કેસનો ચૂકાદો આવવાનો હતો, પરંતુ સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ એ. આર. પટેલ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ 8 ફેબ્રુઆરી સુધી તેને ટાળી દેવામાં આવ્યો હતો. અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ કેસમાં (Ahmedabad 2008 Serial Blast Case) પોલીસે 20 FIR નોંધી હતી. જ્યારે સુરતમાં પણ 15 FIR નોંધવામાં આવી હતી.

પોલીસે માત્ર 19 દિવસની અંદર 30 આતંકીઓને ઝડપી પાડ્યા હતા

વર્ષ 2008માં રાજ્યના વર્તમાન DGP આશિષ ભાટિયાના નેતૃત્વમાં અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. દેશના તત્કાલીન વડાપ્રધાન મહમોહન સિંહ પણ અમદાવાદ પહોંચ્યા હતા. આ બ્લાસ્ટ કેસની તપાસ માટે પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. અને માત્ર 19 દિવસની અંદર પોલીસે 30 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય આતંકવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અમદાવાદ પહેલા આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીને જયપુર અને વારાણસીમાં પણ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.

Last Updated : Feb 18, 2022, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.