ETV Bharat / city

અમદાવાદની આંબલી ચોક ફૂડ સ્ટ્રીટને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે મળી માન્યતા

અમદાવાદની આંબલી ચોક ફૂડ સ્ટ્રીટને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે માન્યતા મળી છે. સમગ્ર દેશમાં 11 માન્ય ક્લિન ફૂડ સ્ટ્રીટ હબથી ગુજરાત મોખરાનું સ્થાન મેળવે છે.

અમદાવાદની આંબલી ચોક ફુડ
અમદાવાદની આંબલી ચોક ફુડ
author img

By

Published : Jan 3, 2021, 12:10 PM IST

  • નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ વગરનો ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
  • અમદાવાદની આંબલી ચોક ફૂડ સ્ટ્રીટને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે મળી માન્યતા
  • સમગ્ર દેશમાં 11 માન્ય ક્લિન ફૂડ સ્ટ્રીટ હબ થકી મોખરાનું સ્થાન મેળવતું ગુજરાત

    ગાંધીનગર : રાજ્યના નાગરીકોને અને ખાસ કરીને છેવાડાના માનવીને સ્વચ્છ અને શુધ્ધ ખોરાક મળી રહે તે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જેના પરિણામથી અમદાવાદનો અર્બન ચોક, આંબલી, અમદાવાદને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયાએ જણાવાયું હતું.

    કાંકરિયા બાદ આંબલી ફૂડ સ્ટ્રીટને દેશનો બેસ્ટ એવોર્ડ

    કોશિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી દ્વારા અર્બન ચોક, આંબલી, અમદાવાદને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે માન્યતા પ્રાપ્ત થતા રાજ્યની આ 11મી ફૂડ સ્ટ્રીટને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ એનાયત થયો છે. આ પહેલા દેશની સર્વ પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે “કાંકરીયા ફૂડ સ્ટ્રીટને” એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ રાજ્યના અન્ય શહેરો ગાંધીનગર, સુરત, રાજકોટ, દાહોદ વગેરે જિલ્લામાં થઈને કુલ 11 ફૂડ સ્ટ્રીટને આ એવોર્ડથી નવાજમાં આવી છે.

    રાજ્યમાં કુલ 11 સેફટી ફૂડ હબ

    હાલમાં સમગ્ર દેશમાં 21ફૂડ સ્ટ્રીટને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી દ્વારા ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે નવાજમાં આવેલ છે. જે પૈકી 11 ફૂડ સ્ટ્રીટ ફક્ત ગુજરાત રાજ્યમાં છે. જે ગૌરવની બાબત છે. આ ઉપરાંત અન્ય 10 ફૂડ સ્ટ્રીટ ગુજરાત બહાર જેમ કે મહારાષ્ટ્ર-5 તથા મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડું, છત્તીસગઢ અને ચંડીગઢને 1-1 ફૂડ સ્ટ્રીટને એવોર્ડ મળ્યો છે.

    દર વર્ષે લેવામાં આવે છે ટેસ્ટીગ, કુલ 19 કરોડનો દંડ કર્યો

    રાજ્યનુ ખૌરાક અને ઔષધ નિયમનતંત્ર નાગરીકોને શુદ્ધ અને ભેળસેળ વગરનો ખોરાક મળી રહે તે માટે સતત કાર્યરત છે. દર વર્ષે તંત્ર 15,000 થી વધારે ખોરાકના નમુનાઓ પૃથ્થક્કરણ અર્થે લઈ દેશમાં અગ્ર સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ખોરાકમાં ભેળસેળ કરનારાઓને એડજ્યુડીકેટીંગ મારફતે દંડ દ્વારા આશરે રૂ 19 કરોડ જેટલો દંડ ફટકારીને દેશમાં ગુજરાત રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.