- અમદાવાદના અનેક કાર્યકર્તાઓ રહ્યા હાજર
- શહીદ કાર્યકરો માટે શહીદ દિન મનાવાયો
- અમદાવાદમાં લગાવવામાં આવ્યા હતા મિટિંગના બેનરો
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2020( Gujarat Assembly Election 2020 )ની પર અનેક પાર્ટીઓ મીટ માંડીને બેસી છે, ત્યારે આજે બુધવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જી ( Chief Minister Mamata Banerjee )ના અધ્યક્ષ સ્થાને TMC દ્વારા એક વર્ચ્યુઅલ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ મિટિંગમાં બંગાળમાં શહીદ થયેલા કાર્યકરો માટે શહીદ દિન મનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પોસ્ટર વોર : મોદી-શાહના ગઢમાં મમતા દીદીના લાગ્યા પોસ્ટર , અમદાવાદ મનપાએ ઉતરાવ્યા
અમદાવાદના કાર્યકર્તાઓ મિટિંગમાં જોડાયા
મુખ્યપ્રધાન મમતા બેનર્જી બંગાળ બાદ હવે ગુજરાતમાં પણ ખેલા કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેની તૈયારીઓ તેમણે શરૂ કરી જોય તેવું લાગી રહ્યું છે. મમતા બેનર્જીએ આજે બુધવારના રોજ શહીદ દિવસના રૂપમાં મનાવ્યો હતો. આ દિવસને માનાવવા માટે મુખ્યપ્રધાન બેનર્જીએ દેશભરમાં વર્ચ્યુઅલ મિટિંગ યોજી હતી. જેમાં અમદાવાદના અનેક લોકો આ મિટિંગમાં જોડાયા હતા. આ અગાઉ, મમતા બેનર્જીના અમદાવાદના અનેક વિસ્તારોમાં વર્ચ્યુઅલ મિટિંગ માટેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
મોંઘવારી અને બેરોજગારી મુદે સરકાર પર પ્રહારો
બંગાળના મુખ્યપ્રધાન મમતા દીદીની વર્ચ્યુઅલ મિટિંગમાં ગુજરાત TMCના કન્વીનર સહિત કેટલાક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં કાર્યકરોએ ભાષણ બાદ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દેશમાં મોંઘવારી અને બેરોજગાર દિવસે દિવસે વધી રહી છે. તેવામાં મમતા દીદીની જરૂર હવે ગુજરાતમાં છે. એક કાર્યકરે જણાવ્યું હતું કે, મમતા દીદી દલિતો અને ગરીબોની દીદી છે, ત્યારે હાલ ગુજરાતમાં રાજકારણ અંગે કોઈ આયોજન ગોઠવાયું નથી, પરંતુ આગામી દિવસોમાં ચોક્કસ હાઇકમાન્ડ નક્કી કરી ગુજરાતની જનતાનું કેવી રીતે ભલું થઈ શકે તે દિશામાં કામ કરવામાં આવશે તે બાબત નક્કી છે.
![મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વર્ચ્યુઅલ મિટિંગ બાદ TMC કન્વીનર સાથે વાતચીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12527429_tmc.jpg)
શહીદ કાર્યકરોને અપાઈ શ્રદ્ધાંજલી
ગુજરાત TMCના કન્વીનર જીતેન્દ્ર ખડાયતાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, TMC દ્વારા મને 17 તારીખે ફોન આવ્યો, ત્યારબાદ ગુજરાતમાં શહિદ દિન મનાવવા માટે મને જવાબદારી સોપવામાં આવી હતી. આથી, અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ બંગાળમાં શહીદ થયેલા કાર્યકરો માટે શહીદ દિન મનાવવામાં આવ્યો હતો. આ તકે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ કોર્પોરેશન તેને ઉતારી દીધા હતા. .
આ પણ વાંચો: TMC દ્વારા શહિદ દિવસની ઉજવણી
ગુજરાતના કન્વીનરને જવાબદારી સોપાઈ
જીતેન્દ્ર ખડાયતાએ વધુમાં જણાવ્યું હતું કે, TMC તરફથી આજે બુધવારે સવારે મને મૌખિક રીતે ગુજરાતના કન્વીનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી અંગે હજુ હાઇકમાન્ડએ કોઈ દિશાનિર્દેશ આપ્યા નથી. અત્યારે માત્ર 10થી 15 કાર્યકરો આ વર્ચ્યુઅલ મિટિંગમાં હાજર રહેવાના છે.
ગુજરાતના રાજકારણમાં TMC નું ખેલા હોબે ?
ગુજરાતમાં રાજકારણમાં આગામી દિવસોમાં નવા સમીકરણો સર્જાય તેવા એંધાણ ચોક્કસ વર્તાવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ બાદ ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો હતો પરંતુ હવે ચોથો પક્ષ ગુજરાતમાં પગ પેસારો કરે તેવી શક્યતા ચોક્કસ જોવા મળી રહી છે. ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસનો ઉદય થાય એવા અણસાર જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે આ મુદ્દે અમદાવાદ શહેરમાં પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા દીદીની એન્ટ્રીને લઈને ભાજપમાં ચિંતા નો વધારો જોવા મળી રહ્યો છે.