ETV Bharat / city

અમદાવાદ: પોલસીકર્મીનો ભાઈ જ પોલીસના મકાનમાં જુગાર રમતાં ઝડપાયો - જુગાર

શાહીબાગ પોલીસે માધુપુરા પોલીસ લાઈનમાંથી જુગાર રમતાં 8 ઇસમોને ઝડપી પાડ્યાં છે.આ જુગાર શહેરના જ એક પોલીસકર્મીના ઘરમાં તેનો જ સગો ભાઈ રમાડતો હતો. હાલ પોલીસે તમામની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: પોલસીકર્મીનો ભાઈ જ પોલીસના મકાનમાં જુગાર રમતાં ઝડપાયો

author img

By

Published : Oct 3, 2020, 3:02 PM IST

અમદાવાદઃ શહેરની માધુપુરા પોલીસ લાઈનમાં જુગાર રમાતો હોવાની બાતમી શાહીબાગ પોલીસને મળી હતી જેને લઈને પોલીસે જુગાર રમાતાં ઘરમાં રેઇડ કરી હતી અને જુગાર રમતાં 8 આરોપીની ધરપકડ કરી. આરોપીની ધરપકડ કરીને પોલીસે 38,620 રૂપિયાના મુદ્દામાલ સાથે 86020નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શાહીબાગ પોલીસે જુગાર રમતાં 8 આરોપીની ધરપકડ કરી

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીતિન સિંદે નામના હેડ કોન્સ્ટેબલના નામનું ઘર હતું જ્યાં જુગાર રમાતો હતો અને જુગાર રમતાં પકડાયેલ આરોપી પૈકી રાજેશ સિંદે પોલીસકર્મી નીતિન સિંદેનો સગો ભાઈ છે. મકાનનું રિપેરીંગનું કામ ચાલુ હોવાને કારણે મકાનની ચાવી પોલીસકર્મીએ પોતાના ભાઈને આપી હતી તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસકર્મીના ઘરમાં તેનો જ સગો ભાઈ રમાડતો હતો જુગાર
આ મકાનમાં કેટલા સમયથી જુગાર રમાતો હતો અને પોલીસકર્મી નીતિન સિંદેની ભૂમિકા હતી કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારે અમદાવાદના એરપોર્ટ રોડ પર આવેલ જાણીતી હોટલ સીમરન ફાર્મના માલિક અયુબખાન પઠાણની પણ પોલીસે ધરપકડ કરી હતી.અયુબખાન પઠાણ અગાઉના પણ જુગાર કેસમાં વોન્ટેડ હતો જેની હાલ ધરપકડ કરી લેવામાં આવી હતી.સૂત્રો પાસેની જાણકારી મુજબ અયુબખાન પઠાણની હોટલમાં અનેક પોલીસ અધિકારીઓ જમવા જતાં હતાં. જેના કારણે અગાઉ જ્યારે રેઇડ થતી ત્યારે રેઅડમાં અયુબની સંડોવણી હોય તો રેઇડમાં અયુબનું નામ આવતું નહોતું.હાલ શાહીબાગ પોલીસે 8 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં વિગત સામે આવશે તો તે કેસમાં ઉમેરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.