અમદાવાદઃ અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે આજે (સોમવારે) કોર્ટમાં સુનાવણી (Ahmedabad 2008 Serial Blast Case Hearing) થશે. આજે 49 આરોપીઓને વર્ચ્ચૂઅલી રીતે કોર્ટમાં (Ahmedabad Serial Bomb Blast Case ) રજૂ કરાશે. દરેક આરોપીઓને સાંભળ્યા પછી આજે બચાવ પક્ષના વકીલને સાંભળવામાં આવશે. બચાવ પક્ષ અને સરકારી વકીલને સાંભળ્યા પછી કોર્ટ ચૂકાદો આપે તેવી શક્યતા છે. બીજી તરફ સજાનું ફરમાન જાહેર થવામાં તારીખ પડે તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો- નિર્દોષ છૂટેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર હાઇકોર્ટમાં અરજી કરશે: આશિષ ભાટિયા DGP
દરેક આરોપીઓને સાંભલવા જરૂરીઃ કોર્ટ
આપને જણાવી દઈએ કે, અગાઉ આ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી (Ahmedabad 2008 Serial Blast Case Hearing) 11 ફેબ્રુઆરીએ થઈ હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, સજા મુદ્દે આરોપીઓને જે રજૂઆત કરવી હોય તે કરી શકે છે તેમ જ દરેક આરોપીઓને સાંભળવા જરૂરી છે. તે દિવસે આરોપીઓની શૈક્ષણિક વિગત, પરિવારની વિગત અને મેડિકલ વગેરેની એકત્રિત કરાયેલી માહિતી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Ahmedabad Serial Bomb Blast 2008: SP ઉષા રાડાને ખાડિયા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનો ફોન આવ્યો અને...
14 વર્ષથી ચાલે છે કેસ
ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2008ના દિવસે થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં (Ahmedabad Serial Bomb Blast Case) 56 જેટલા મૃત્યુ થયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. છેલ્લા 14 વર્ષથી આ કેસ માટે કાયદાકીય લડત ચાલી રહી છે અને જેમાં 78 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, 28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે. જ્યારે 49 આરોપીઓ દોષિત ઠરતાં સજાના ઓર્ડર માટેની કાર્યવાહી ચાલી (Ahmedabad 2008 Serial Blast Case Hearing) રહી છે.