અમદાવાદના નરોડા વિસ્તારમાં AMTS બસ સ્ટેન્ડ સાથે બોલેરો કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. બોલેરો ચાલક નશાની હાલતમાં હતો. બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ ઉભેલા લોકો પર બોલેરો ચાલકે કાર ચલાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ સાત લોકો ઘાયલ થયા હતા. જેમાં સાત પૈકી ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે.
જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અન્ય 6 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. આ અકસ્માતના પગલે ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. અકસ્માત સર્જનાર બોલેરોકાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.