ETV Bharat / city

માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા બાદ હાઈકોર્ટમાં નવા 10 કર્મચારી કોરોના પોઝિટિવ, કુલ સંખ્યા 17 થઈ

ગુજરાત હાઈકોર્ટના જ્યુડિશિયલ વિભાગમાં કામ કરતાં 7 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટ પરિસરને માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો હતો. જો કે, સોમવારે કોર્ટમાં નિયમિત સુનાવણીના દિવસે નવા 10 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં 17મી જુલાઈ સુધી હાઈકોર્ટમાં અરજન્ટ મેટરની સુનાવણી હાથ ધરવામાં આવશે.

author img

By

Published : Jul 13, 2020, 9:12 PM IST

માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા બાદ હાઈકોર્ટમાં નવા 10 કર્મીનો કોરોના પોઝિટિવ, કુલ સંખ્યા 17 થઈ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે ફરીવાર નવા 10 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા હાઈકોર્ટના કોરોના પોઝિટિવ કર્મચારીઓની કુલ સંખ્યા 17 થઈ છે. હાઈકોર્ટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિણર્ય કર્યો છે. હાઇકોર્ટ કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યાના 5થી 6 દિવસ બાદ હાઈકોર્ટમાં ફરીવાર 27 બેન્ચ સમક્ષ ઓનલાઈન સુનાવણી શરૂ કરાઈ હતી. હાઇકોર્ટના કુલ 7 કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યાં બાદ ચીફ જસ્ટિસના નિર્દેશથી તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ફરીવાર સુનાવણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

4 જુલાઈના રોજ હાઈકોર્ટના નવા 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 7મી જુલાઈના રોજ મોડી સાંજે હાઈકોર્ટની 8 જુલાઈથી 10 જુલાઈ સુધીની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. જેના ભાગરૂપે હાઈકોર્ટ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં છે અને વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ એવા બેનર મૂકવામાં આવ્યા હતા. હાઈકોર્ટના મુખ્ય દ્વાર બહાર આવા પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઇકોર્ટની કમિટી દ્વારા યોજાયેલી બેઠકમાં હાઇકોર્ટને માઈક્રો કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવી હતી. ત્રણથી વધુ કોરોના પોઝિટિવ વ્યક્તિ કોઈ એક જગ્યા પરથી આવે ત્યારે તેને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટને ગત ગુરુવારે સેનેટાઇઝ કરવામાં આવી હતી.હાઈકોર્ટે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવમાં આવ્યું છે કે 8,9 જુલાઈની તમામ મેટરની સુનાવણી 13 અને 14 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ જ્યુડિશિયલ વિભાગના CFCમાં કામ કરનાર કર્મચારીના કોરોના પોઝિટિવ બાદ અન્ય 6 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટ પરિસરમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. આ તમામ કર્મચારીઓને મેડિકલ સારવાર લેવાની પણ હાઈકોર્ટ તરફથી ભલામણ કરવામાં આવી છે.હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ-ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.