ETV Bharat / city

દિલ્હીની બેઠક બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે? એક્સક્લૂસિવ રીપોર્ટ - શક્તિસિંહ ગોહિલ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ નક્કી કરવા મુદ્દે આજે દિલ્હીમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મંથન થયું હતું. જો કે હજી સુધી એકમત થઈ શક્યો નથી. પણ રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આ મુદ્દે ચર્ચા કરીને નામ નક્કી કરશે. જો કે આજની બેઠક થાય તે પહેલા જ હાર્દિક પટેલ પ્રમુખપદની રેસમાંથી જાતે જ ખસી ગયા હતા. પણ ETV Bharat પાસે પ્રમુખ અને વિપક્ષના નેતાના સંભવિત નામ છે. વાંચો વિશેષ અહેવાલ

દિલ્હીની બેઠક બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે

author img

By

Published : Oct 22, 2021, 6:44 PM IST

  • હાર્દિક પટેલ પ્રમુખ પદની રેસમાંથી પહેલા જ ખસી ગયા છે
  • રાહુલ ગાંધી સાથે સીનીયર નેતાઓએ કર્યું મંથન
  • રાહુલ ગાંધી જ નક્કી કરશે પ્રમુખ અને વિપક્ષી નેતાનું નામ

અમદાવાદ: નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી પ્રેસિડેન્ટ અને ઓપોઝિશન લીડરના નામ નક્કી કરવા મુદે મનોમંથન થયું હતું. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ પક્ષ પ્રમુખ પદે હાર્દિક પટેલનું નામ આગળ આવતાં સીનીયર નેતાઓએ વિરોધ કર્યો હતો અને કહેવાયું હતું કે અમે રાજીનામા આપી દઈશું અને અમારા કાર્યકરો પણ રાજીનામા આપશે. ટૂંકમાં પ્રદેશ કોંગ્રેસ પક્ષમાં વિખવાદ છે અને હાઈકમાન્ડ પણ પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તે મુદ્દે એકમત નથી. જો હાર્દિક પટેલે તો અગાઉથી સ્પષ્ટ કરી દીધુ હતું કે તે પ્રમુખ બનવા તૈયાર નથી.

હાર્દિક પટેલનું ટ્વીટ
અત્રે નોંધનીય છે કે હાર્દિક પટેલે પહેલા જ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે હું પક્ષ પ્રમુખપદની રેસમાં નથી. હાર્દિક પટેલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હું હાલ માત્ર 28 વર્ષનો છું અને કોંગ્રેસ પાર્ટીએ મને આટલી નાની ઉંમરમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવીને ઘણુબધું આપી દીધું છે. નાની ઉંમરમાં મારા પર ઘણા બધા કેસ થયા છે. કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો તે પહેલા મે આંદોલનના માધ્યમથી લોકો માટે સંઘર્ષ કર્યો હતો. અને આજે કોંગ્રેસમાં રહીને ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે લડાઈ લડી રહ્યો છું. મીડિયામાં ચાલી રહેલ અનેક પ્રકારની અફવાઓ અને સમાચારનું હું ખંડન કરું છું અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ કોઈપણ બને, તે કોઈપણ સમાજનો હોય, કે કોઈપણ વ્યક્તિ હોય, અમે તેમના નેતૃત્વમાં સત્તા પરિવર્તનની લડાઈ લડીશું અને જીતીશું.

પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અન ભરતસિંહ સોલંકીનું નામ મોખરે
દિલ્હીના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે જગદીશ ઠાકોરનું નામ આગળ ચાલી રહ્યું છે. તે પહેલા શક્તિસિંહનું નામ હતું, પણ શક્તિસિંહ ગોહિલે આ જવાબદારી માટે ના પાડી હતી. પ્રમુખપદે ભરતસિંહ સોલંકીનું નામ પણ રેસમાં છે. વિપક્ષના નેતા તરીકે પાટીદાર નેતા વિરજી ઠુમ્મર અથવા કોળી સમાજના પુંજાભાઈ વંશના નામની ચર્ચા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે પાટીદાર પ્રમુખ બનશે તો ઓબીસી વિપક્ષી નેતા બનશે અને જો ઓબીસી નેતા પ્રમુખ બનશે તો પાટીદારને વિપક્ષના નેતા બનાવાશે.

હાર્દિક પટેલ પ્રચાર સમિતીના પ્રમુખ બનશે
વધુમાં જાણવા મળ્યા મુજબ પ્રચાર સમિતીના પ્રમુખ પદે હાર્દિક પટેલની વરણી થશે. જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારના કામની આગેવાની લેશે. મહિલા કોંગ્રેસના પ્રમુખપદે પણ નવો ચહેરો આવે તેવી શકયતાઓ છે. કોંગ્રેસ પક્ષનું જે નવું સંગઠન બનશે તેમાં તમામ જ્ઞાતિઓનો સમાવેશ કરાશે. 15થી વધુ જિલ્લા અને શહેરના પ્રમુખ બદલાશે. ચાર ઝોનમાં યુવા સેક્રેટરી મુકાશે. ડૉ. રઘુ શર્માને ગુજરાત કેમ્પમાં જ રહેવા આદેશ કર્યો છે અને બુથ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપવા કહેવાયું છે. તેમજ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને પણ ગુજરાતમાં કોઈ વિશેષ જવાબદારી સોંપાય તો નવાઈ નહી.

રાહુલ ગાંધી નવેમ્બરમાં ગુજરાત આવશે
રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આમંત્રણ આપ્યું છે, અને આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. નવેમ્બરમાં રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી સંભાવના છે. ટૂંકમાં હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ રાહુલ ગાંધી નક્કી કરશે, અને ત્યાર બાદ સત્તાવાર જાહેરાત કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.