ETV Bharat / city

અફઘાનિસ્તાનમાં કાયમ રહેતી અશાંતિનું મહાભારતમાં છે કારણ, જાણો શું હતો ગાંધારીનો શ્રાપ - ahmedabad

અફઘાનિસ્તાન પર 20 વર્ષ બાદ ફરીથી તાલિબાનનું શાસન આવી ગયું છે. તાલિબાનીઓએ લોકશાહીને પુરી રીતે તોડી મરોડીને પ્રમુખશાહી શાસન લાદી દીધું છે. તાલીબાનીઓ શહેરમાં ભરી બંદુકે ફરી રહ્યા છે અને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની આ સ્થિતિ સર્જાઈ છે, તેની પાછળ ઈતિહાસ સાક્ષી પુરી રહ્યું છે. શા માટે અફઘાનિસ્તાનમાં વારંવાર આવી સ્થિતિ સર્જાય છે? ઈતિહાસ શું કહે છે? મહાભારત સાથે અફઘાનિસ્તાનને શું સંબંધ છે. જાણો ETV Bharatનો વિશેષ અહેવાલ…

અફઘાનિસ્તાનની શાંતિ ભંગ
અફઘાનિસ્તાનની શાંતિ ભંગ
author img

By

Published : Aug 27, 2021, 8:01 PM IST

  • અફઘાનિસ્તાન અને ભારત સાથે સંબધ 5,000 વર્ષ જૂનો
  • ગાંધાર રાજ્યમાં વર્તમાન ઉત્તર પાકિસ્તાનનો કેટલોક હિસ્સો પણ સામેલ હતો
  • ગાંધારીના શ્રાપને કારણે અફઘાનિસ્તાનમાં શાંતિ નથી

અમદાવાદ- અફઘાનિસ્તાન પર તાલીબાનીઓએ કબજો જમાવી દીધો છે. આ બધા આતંકવાદીઓ દેશ પર રાજ કરશે. શરિયાનો કાયદો અમલી બનાવશે. અફઘાનિસ્તાની પ્રજાને તે માન્ય નથી, પણ તાલીબાનીઓને તાબે થયા વગર ચાલે તેમ નથી. તમામ આતંકવાદીઓ જે અત્યાર સુધી ભુગર્ભમાં હતા, તે બધા અફઘાનિસ્તામાં સરેઆમ ફરી રહ્યા છે, કે જેના માથા પર કરોડો રૂપિયાના ઈનામ જાહેર થયેલા છે. અફઘાનિસ્તાનના રહેવાસીઓને જેમ બને તેમ ઝડપથી પોતાનો દેશ છોડી દેવો છે. પોતાનો દેશ પારકો લાગી રહ્યો છે. આવો આપણે ઈતિહાસના પાના પલટાવીએ અને અફઘાનિસ્તાન અને ભારત સાથેના સંબંધને તાજો કરીએ.

આ પણ વાંચો- જાણો ભારત માટે તાલિબાન સાથે વાતચીત જાળવવી કેમ મહત્વની...

એક સમયે અફઘાનિસ્તાન હિન્દુ સંસ્કૃતિને માનનારો દેશ હતો

હાલમાં મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ અફઘાનિસ્તાન એક સમયે હિન્દુ સંસ્કૃતિ અને રીતિરીવાજોને માનનારો દેશ હતો. અફઘાનિસ્તાનનો ભારત સાથે સંબધ 5,000 વર્ષ જૂનો પુરાણો છે. ઈતિહાસમાં સૌથી મોટુ જે મહાભારતનું યુદ્ધ થયું હતું તેના ષડયંત્રનો પ્રારંભ અહીંથી થયો હતો.

મહાભારતના યુદ્ધનું ષડયંત્ર ગાંધારમાં રચાયું

કાંધારનું નામ પહેલા ગાંધાર હતું. મહાભારતમાં આ ગાંધાર દેશનો ઉલ્લેખ આવે છે. આ ગાંધાર કેવી રીતે કાંધાર બની ગયું, તેના માટે વેદ વ્યાસજીએ મહાકાવ્ય મહાભારતમાં જણાવ્યું છે. અંદાજે 5500 વર્ષ પહેલા રાજા સુબલ ગાંધાર પર રાજ કરતો હતો. તેની પુત્રીનું નામ ગાંધારી હતું. ગાંધારીના લગ્ન હસ્તિનાપુરના રાજકુમાર ધૃતરાષ્ટ્રની સાથે થયા હતા. ગાંધારીને શકુનિ નામે ભાઈ હતો. પિતાના અવસાન પછી ગાંધારનું રાજ શકુનિના હાથમાં આવી ગયું હતું. ભીષ્મએ રાજા સુબલના પુરા પરિવારને નષ્ટ કર્યું હતું, તેનો બદલો લેવા માટે શકુનિએ કૌરવ અને પાંડવોને એકબીજા સાથે લડાવવા માટે હસ્તિનાપુરનો નાશ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું.

ગાંધારીનો શ્રાપ શું હતો?

મહાભારતના યુદ્ધમાં પોતાના 100 પુત્રોને ખોઈ નાંખ્યા પછી ગાંધારીએ ક્રોધની અગ્રિમાં શકુનિનો શ્રાપ આપ્યો હતો કે, ‘મારા 100 પુત્રોને મરાવી નાંખનાર હે ગાધાર નરેશ તમારા રાજ્યામાં કયારેય શાંતિ રહેશે નહી.’ હવે જ્યારે તાલીબાનીઓ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે, ત્યારે ગાંધારીના શ્રાપને લઈને ચર્ચા ચાલી રહી છે. એવું કહેવાય છે કે, ગાંધારીના શ્રાપથી ગાંધાર આજ દિન સુધી બહાર નીકળી શક્યું નથી.

કેટલાક કૌરવો શકુનિમામાના દેશમાં વસ્યા

એવું મનાઈ રહ્યું છે કે, પાંડવોના હાથે પરાજ્ય થયા પછી કૌરવોના સૈંકડો વંશજ અફઘાનિસ્તાનમાં આવીને વસ્યા હતા. અહીંયા તેમણે પોતાના શકુનિમામાના દેશ ગાંધારમાં શરણું લીધું અને ધીરે ધીરે ઈરાક અને સાઉદ આરબમાં જઈને વસ્યા હતા.

ગાંધારનું નામ બદલીને કાંધાર કેવી રીતે થયું?

મહાભારત કાળની સમાપ્તિ પછી અફઘાનિસ્તાનમાં ધીરેધીરે બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો. એશિયાના કેટલાક ભાગોમાં બૌદ્ધ ધર્મ ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યો હતો. ભગવાન શિવની પૂજા કાળક્રમે સમાપ્ત થવા લાગી હતી અને તે પછી બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા વધતી ગઈ હતી. મુસ્લિમ શાસકોએ અહીં કબજો કર્યો તે પહેલા મોર્ય સામ્રાજ્યે રાજ કર્યું હતું. તે પછી 11મી શતાબ્દીમાં મહમૂદ ગઝનવીએ પોતાની સત્તા સ્થાપિત કરી હતી અને પછી તેનું નામ બદલીને ગાંધારમાંથી કાધાર થયું અને ત્યાં કંઘાર નામે એક શહેરના રૂપમાં જાણીતું છે. ઈતિહાસકારો કહી રહ્યા છે કે, તે વખતે ગાંધાર રાજ્યમાં વર્તમાન ઉત્તર પાકિસ્તાનનો કેટલોક હિસ્સો પણ સામેલ હતો.

આ પણ વાંચો- ભારતમાં રહેતી એક મહિલા, જેના વિરૂદ્ધ તાલિબાને જાહેર કર્યું છે ડેથ વોરન્ટ

ગાંધારનો અર્થ શું થાય?

ગાંધાર શબ્દનો ઉલ્લેખ ઋગ્વેદ ઉપરાંત ઉત્તર રામાયણ અને મહાભારતમાં મળે છે. ગાંધાર શબ્દનો અર્થ થાય છે ગંધ અને ગાંધારનો અર્થ થાય છે સુંગધીત જમીન. આ નામની પાછળનું કારણ એ હતું કે, અહીંયા કેસરની ખેતી થતી હતી, પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવનું નામ ગાંધાર છે. શિવ સહસ્ત્રનામમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. એમ મનાય છે કે, આ પહેલા ભગવાન શિવના ભક્તોનો અહીં વસવાટ હતો.

જાણો શું કહેવું છે જ્યોતિષાચાર્યનું...

અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વિશે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયાએ જણાવ્યું હતું કે, મહાભારતની વાત મુજબ ગાંધારી ગાંધાર દેશ કે જે હાલનું અફઘાનિસ્તાન છે, તેની રાજકુમારી હતી. તેનો ભાઈ ગાંધાર કુમાર શકુની હતો. જ્યારે પિતામહ ભીષ્મ ધૂતરાષ્ટ્રના લગ્નની વાત લઇ ગાંધાર નરેશ પાસે જાય છે. ત્યારે હસ્તિનાપુર નરેશ ધુતરાષ્ટ્ર અંધ હોવાની વાત ગંધારીને ખબર નહોતી. પરંતુ ગાંધારી પણ પોતાની આંખ પર કાયમ પટ્ટી બાંધવાનો નિયમ રાખી ધુતરાષ્ટ્ર સાથે લગ્ન કરે છે. આ વાત રાજકુમાર શકુનીને અને અપમાનજનક લાગે છે અને ભીષ્મ પિતામહ હસ્તિનાપુર સાથે વેરની ગાંઠ બાંધે છે. શકુની ગાંધારીના પુત્ર અને અને પાંડવો વચ્ચે વેરના બીજ રોપવામાં સફળ થાય છે, જે વેરનું વટ વૃક્ષ બને છે. ત્યારે મહાભારતનું યુદ્ધ સર્જાય છે. આ યુદ્ધમાં ગાંધારીના પુત્ર અને તેના જમાઈ મૃત્યુ પામે છે. ગાંધારીને જ્યારે પોતાના ભાઈ શકુનીની ચાલની જાણ થાય છે. ત્યારે તેના હૃદયમાં અગ્નિ અને આક્રોશ ઉત્પન્ન થાય છે. તે શકુની અને અફઘાનિસ્તાનને શ્રાપ આપે છે કે, આ રાજ્યમાં ક્યારેય પ્રજાને શાંતિ નહિ મળે. ઘણા વિદ્વાન એમ પણ કહે છે કે, ગાંધારી પરમ શિવભક્ત હતી અને તેના જીવનકાળ દરમિયાન બે વાર આક્રોશ અને વેદનાથી તેણે બે વ્યક્તિને શ્રાપ આપ્યા હતા. જેમાં એક તેનો ભાઈ શકુની અને બીજા ભગવાન શ્રીકૃષ્ણ. તેથી જ કદાચ આજનું ગાંધાર અશાંતિ ભોગવી રહ્યું છે. તેમ અનુમાન લગાવી શકાય.

અમદાવાદથી બ્યૂરો ચીફ ભરત પંચાલનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.