ETV Bharat / city

ADR Survey : આપણાં ધારાસભ્યોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ? જુઓ આ રિપોર્ટમાં

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થા (Association for Democratic Reforms) દ્વારા એક સર્વે બહાર પાડવામાં આવ્યો છે. આ સર્વેમાં (ADR Survey ) આવેલા ગુજરાતના ધારાસભ્યોની કામગીરીના સરવૈયાં (Gujarat MLA Report Card For Activity) આગામી ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઇને મહત્ત્વના બની રહેશે.

ADR Survey : આપણાં ધારાસભ્યોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ? જુઓ આ રિપોર્ટમાં
ADR Survey : આપણાં ધારાસભ્યોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ? જુઓ આ રિપોર્ટમાં
author img

By

Published : Jun 3, 2022, 9:54 PM IST

અમદાવાદ - ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) આડે હવે છ મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના ધારાસભ્યોએ વિધાનસભામાં લોકોના કેટલા પ્રશ્નોને વાચા આપી ? તેમને મળતા ફંડનો કેટલો ઉપયોગ કર્યો ? સરકારે કયા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા ? ધારાસભ્યો વિધાનસભામાં કેટલા એક્ટિવ રહ્યા ? વગેરે મુદ્દાઓને આધારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (Association for Democratic Reforms)સંસ્થા દ્વારા એક સર્વે (ADR Survey ) બહાર પાડવામાં આવ્યો છે.જેમાં ધારાસભ્યોનું સરવૈયું (Gujarat MLA Report Card For Activity)સામે આવી રહ્યું છે.

પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના ધારાસભ્યોએ વિધાનસભામાં લોકોના કેટલા પ્રશ્નોને વાચા આપી

વિધાનસભામાં કેટલા અને કયા ડિપાર્ટમેન્ટના પ્રશ્નો પૂછાયા ? - વર્તમાન ગુજરાત વિધાનસભામાં 182 ધરાસભ્યોમાંથી 178 ધારાસભ્યો કાર્યરત છે. ગુજરાતની 14 મી વિધાનસભામાં કુલ 10 સત્ર યોજાયા છે. જેમાં કુલ 141 દિવસ કામ થયું છે. છેલ્લા સત્રને બાદ કરતાં કુલ 38,121 જેટલા તારાંકિત પ્રશ્નો પુછવામાં આવ્યા છે. જ્યારે 10,224 અતારાંકિત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. કુલ 48,345 પ્રશ્નો ધારાસભ્યોએ પૂછ્યા છે. સૌથી વધુ તારાંકિત પ્રશ્નો ખેતી અને સહકાર(4343), ઉધોગ અને ખાણ ખનીજ(3374), ગૃહ વિભાગ(2851), પંચાયત વિભાગ(2319)અને મહેસૂલ વિભાગ(2273)ના પૂછાયા છે. જ્યારે સૌથી ઓછા પ્રશ્નો વૈધાનિક અને સંસદીય(15)બાબતો પુછાયા છે. અતારાંકિત પ્રશ્નોમાં સૌથી વધુ ગૃહ વિભાગ(1558), કૃષિ વિભાગ(1178), મહેસૂલ વિભાગ(1019), આરોગ્ય વિભાગ(853), નર્મદા વિભાગ(742) જ્યારે સૌથી ઓછા કલાયમેટ ચેન્જ વિભાગના(3) પ્રશ્નો પૂછાયા છે.

આગામી ચૂંટણીમાં આ બધાં આંકડા ગાજશે
આગામી ચૂંટણીમાં આ બધાં આંકડા ગાજશે

ફકત આટલા પ્રશ્નોના જ જવાબ અપાયા ! -ફુલ આ 38,121 તારાંકિત પ્રશ્નોમાંથી 600 પ્રશ્નોના જ ગૃહમાં જવાબ આપવામાં આવ્યા. જે માત્ર 02 ટકા જેટલા થવા જાય છે. જ્યારે અતારાંકિત પ્રશ્નોની વાત કરીએ તો 10,224 પ્રશ્નોમાંથી 4800 પ્રશ્નોના જવાબ અપાયા જે 32 ટકા જેટલા થવા જાય છે. તારાંકિત પ્રશ્નોમાંથી કુલ 27,979 પ્રશ્નો સ્વીકારાયા, 8905 (23.35 ટકા) પ્રશ્નોનો અસ્વીકાર થયો. 162 (0.42 ટકા) પ્રશ્નો પરત ખેંચાયા અને 623(1.6ટકા ) પ્રશ્ન રદ કરાયા. અતારાંકિત પ્રશ્નોમાંથી 7705 પ્રશ્નો સ્વીકારાયા, 2351(22ટકા ) પ્રશ્નોનો અસ્વીકાર થયો, 05 પ્રશ્નો પરત ખેંચાયા અને 79(0.77 ટકા)પ્રશ્નો રદ થયા. પ્રશ્ન ત્રણ સંજોગોમાં રદ થાય છે. એક જો ધારાસભ્ય હયાત ન હોય, ધારાસભ્યે રાજીનામુ આપ્યું હોય અથવા પ્રધાને વિનંતી કરી હોય. ગુજરાત વિધાનસભામાં તારાંકિત અને અતારાંકિત પ્રશ્ન માટે એક એપ્લિકેશન બનાવવી જોઈએ. જેથી ધારાસભ્ય શું પ્રશ્ન પૂછે અને તેનો શું જવાબ મળ્યો, તેની વિગતો નાગરિકો જોઈ શકે. ભારતની સંસદમાં આ માટે ઇ- સાંસદ વેબસાઈટ છે.

એડીઆર સર્વેના તારણોમાં સચોટ માહિતી
એડીઆર સર્વેના તારણોમાં સચોટ માહિતી

આ પણ વાંચોઃ અધધ… રાજકીય પક્ષોને કુલ આવકની 70 ટકા રકમ અજ્ઞાત સ્ત્રોતમાંથી મળે છેઃ ADR

ધારાસભ્ય સ્થાનિક વિકાસ ભંડોળ યોજના (Local Area Development Fund) - ધારાસભ્ય સ્થાનિક વિકાસ ભંડોળ યોજના અંતર્ગત દરેક ધારાસભ્યને વર્ષે 1.5 કરોડ સુધીના કામો પોતાના મતક્ષેત્રમાં કરવા ભલામણ કરી શકે છે. આ ફંડ રેગ્યુલર વિકાસ ભંડોળ ઉપરાંત ધારાસભ્યના મતક્ષેત્રની વિશેષ જરૂરીયાત મુજબના કામોમાં વપરાય છે. તેમાં માળખાગત સુવિધાઓ, પાણી, શિક્ષણ, આરોગ્ય, સ્મશાનગૃહ, મિટિંગ હોલ વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. જિલ્લા આયોજન મંડળ તેનો હિસાબ રાખે છે. પાંચ વર્ષમાં આ રકમ 7.5 કરોડ જેટલી થાય છે. આમ વર્તમાન ધારાસભ્યોની સંખ્યાને આધારે 1350 કરોડનું ફંડ થવા જાય છે. પરંતુ આ ફંડમાંથી 1004.15 કરોડ રૂપિયા જ છેલ્લા પાંચ વર્ષમાં મંજૂર કરાયા છે. તેમાંથી પણ 677.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જે ફંડના 67.47 % છે. આ યોજનામાં મંજુર થયેલા 53,029 કામોમાંથી 40,428(76%) કામ જ પૂર્ણ થયા છે.6,094 કામ મંજુર થયા બાદ શરૂ જ થઈ શક્યા નથી. આમ એક બાજુ સ્થાનિક વિકાસના કાર્યો થતા નથી તો બીજી બાજુ ફંડ વણવપરાયેલું પડયુ રહે છે. પાંચ વર્ષ બાદ તેને બીજી ટર્મમાં વાપરી શકાતું નથી. અહીં કુલ 600 કરોડ રૂપિયા વણવપરાયેલા રહ્યા છે.

એડીઆર સર્વેના તારણો
એડીઆર સર્વેના તારણો

આદિજાતિ વિસ્તારમાં MLALAD યોજના અંતર્ગત કામગીરી - રાજ્યના આદિજાતિ ક્ષેત્રો જેવા કે ડાંગ, નર્મદા, વલસાડ, તાપી, ભરૂચ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 252 કરોડ રૂપિયાનું MLA LAD ફંડ હતું. તેમાંથી 230.37 કરોડ કામો મંજુર કરવામાં આવ્યા અને 177 કરોડના કામો થયા. આમ આદિજાતિ ક્ષેત્રો જેને વિકાસથી વંચિત માનવામાં આવે છે. ત્યાં ઉપલબ્ધ ભંડોળમાંથી 75 કરોડ જેટલું ફંડ વણવપરાયેલું રહ્યું છે. જે આયોજનની ખામી દર્શાવે છે. આ વિસ્તારોમાં કુલ 14,689 કામો કરવાના હતા જેમાંથી 11,445(77 %) કામો પૂર્ણ થઈ શક્યા છે.

દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ -ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે ભરૂચ, સુરત, નવસારી, દ્વારકા, સોમનાથ, પોરબંદર, ભાવનગર અને કચ્છ માટે 114.5 કરોડનું ભંડોળ ઉપલબ્ધ હતું. જેમાં 140 કરોડનું બજેટ મંજુર કરાયું અને 123.07 કરોડનો ખર્ચ થયો.

પારદર્શિતાની કમી -MLA LAD ફંડની વેબસાઈટ www. mplads. gov. in પર કામના પ્રકાર અને વર્ષ પ્રમાણે વિગતો મળતી નથી. જે બાકી રહેલા 06 હજાર કામોની વિગતો નથી. 53,029 કામોમાંથી 40,601 જેટલા કામોના ફોટોગ્રાફ અપલોડ કરાયા નથી.

એડીઆર રીપોર્ટમાં ભલામણો
એડીઆર રીપોર્ટમાં ભલામણો

વિધાનસભામાં છેલ્લા 09 સત્રોમાં ધારાસભ્યોની ભાગીદારી - ધારાસભ્ય તેમના મતક્ષેત્રના નાગરિકોને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા હોય છે. ત્યારે નાગરિકો માટે જે કાયદા, નિર્ણયો અને નીતિઓનું ઘડતર થાય તેમાં સહભાગી થાય તે અત્યંત જરૂરી છે. ગરીબી, કુપોષણ, આરોગ્ય, શિક્ષણ, પાણી, પર્યાવરણ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચાની વિશેષ ભાગીદારીની અપેક્ષા રખાતી હોય છે. પરંતુ ADR ના રિપોર્ટ પ્રમાણે 95 ટકાથી(172) વધુ ધારાસભ્યોએ 50 થી ઓછી વખત ચર્ચામાં ભાગ લીધો છે. તેમાંથી 36 (66) ટકા જેટલા ધારાસભ્યોની ભાગીદારી 10 વખતથી પણ ઓછી છે.

આ પણ વાંચોઃ પેટા ચૂંટણીની 8 બેઠકોના ઉમેદવારોનું પૃથક્કરણ : 80માંથી 14 ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ

ધારાસભ્યોના નામે આ રેકોર્ડ - છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વખત વિધાનસભામાં બોલ્યાં હોય તેવા ધારાસભ્યોમાં ભાજપના નીતિન પટેલ, ( 191, પૂર્વ નાણાંપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ( 136, પૂર્વ શિક્ષણ પ્રધાન) પ્રદિપસિંહ જાડેજાનો( 123,પૂર્વ ગૃહપ્રધાન)સમાવેશ થાય છે જ્યારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી(139, પૂર્વ વિરોધ પક્ષના નેતા) અને શૈલેષ પરમારનો(102), પ્રતાપ દુધાત(104) નો સમાવેશ થાય છે.

જે ધારાસભ્યોએ પાંચ વર્ષમાં પાંચ અથવા તેથી પણ ઓછા સમય માટે વિધાનસભામાં ચાલેલી ચર્ચામાં ભાગ લીધો હોય તેમાં માંડવીના વિરેન્દ્રસિંહ જાડેજા(1, ભાજપ), ભાવનગર ગ્રામ્યના પુરુષોત્તમ સોલંકી(1, ભાજપ), લીંબડીના સોમાભાઈ પટેલ(2, ભાજપ), વાંકાનેરના મોહમ્મદ જાવેદ પીરઝાદા( 2, કોંગ્રેસ), માણાવદરના જવાહર ચાવડા(2, ભાજપ) નો સમાવેશ થાય છે. વિધાનસભામાં નીરસ રહેનારા 11 ભાજપના અને 05 કોંગ્રેસના ધારાસભ્યો છે. જેઓએ 04 અને તેથી ઓછી ચર્ચામાં ભાગીદારી કરી છે.

વિધાનસભામાં 141 દિવસમાં સૌથી વધુ હાજરી આપનાર ધારાસભ્યો - વિધાનસભા કુલ 141 દિવસોમાંથી ભાજપના 15 ધારાસભ્ય એવા છે. જેમણે 112 દિવસ કે તેથી વધુ હાજરી આપી છે. જેમા પહેલા પાંચ ધરાસભ્યોમાં વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ(115), દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ( 115), નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી(115), ખંભાતના ધારાસભ્ય મહેશકુમાર રાવલ(114) અને વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ(113)નો સમાવેશ થાય છે.

કોંગ્રેસના 100 દિવસથી વધુ હાજરી આપનારા 15 ધારાસભ્યોમાં પહેલા પાંચ ધારાસભ્યોમાં ભીલોડાના ધારાસભ્ય સ્વ.ડો અનિલ જોશીયાર(109), મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર(108), પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ(107),આણંદના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર(106) અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર(104) નો સમાવેશ થાય છે.

રિસર્ચ મેથડ - એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (Association for Democratic Reforms)અને માહિતી અધિકાર ગુજરાત પહેલ (Right to Information Gujarat Initiative) એ ખ્યાતનામ સંસ્થા છે. જે ચૂંટણીઓના સમયમાં માય નેતા વેબસાઈટ ચલાવે છે. જેની પર ઉમેદવારની ઇન્કમટેક્સ રિટર્ન, એજ્યુકેશન સહિતની માહિતી હોય છે. તે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓ ઉપર એનાલીટીકલ રિપોર્ટ આપવા માટે જાણીતી છે આ રીપોર્ટ બનાવવા સંસ્થાએ આર.ટી.આઈ, સરકારના જાહેરનામા, સોગંદનામાં તેમજ સરકારી વેબસાઈટની મદદ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.