- વધુ 9 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ
- 22 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી કરાયા દૂર
- શહેરમાં હાલ 369 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે
અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં રાજયમાં સૌથી વધારે કોરોના સંક્રમણ ફેલાયેલુ છે. જેને લઇને શહેરના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં હાલ 369 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થયેલા છે, ત્યારે આ વિસ્તારમાં કોરોનાનું સક્રમણ સૌથી વધારે ફેલાયેલું છે.
આ પણ વાંચો - નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો
22 વિસ્તારને દૂર કરવામાં આવ્યા
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધુ 9 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો 22 વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનવાળા વિસ્તારના લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો - મનપાએ નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ યાદીમાં શામેલ કર્યા