ETV Bharat / city

બોગસ બિલિંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે - નીતિન પટેલ

ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરવામાં અગ્રેસર છે. છેલ્લા કેટલાક સમયથી વિભાગ દ્વારા આવી કામગીરી અંગે મોટાપાયે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે અને તેના પરિણામ સ્વરૂપે વિભાગે કરચોરી અને બોગસ બિલિંગના ઘણા મોટા પ્રમાણમાં કેસો શોધી કાઢ્યા છે.

author img

By

Published : Aug 21, 2021, 6:59 PM IST

બોગસ બિલિંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે - નીતિન પટેલ
બોગસ બિલિંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે - નીતિન પટેલ
  • ગુજરાત જીએસટી વિભાગની ખાસ ઝુંબેશ
  • કરચોરી અને બોગસ બિલિંગ શોધવા કવાયત
  • નવી સિસ્ટમના ઉપયોગ થકી ચકાસણી શરૂ

    આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશ્રમ રોડ ખાતે રિનોવેટ થયેલા GST કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ નીતિન પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ જેમ જેમ ઓછું થઈ રહ્યું છે તેમ તેમ તબક્કાવાર સુધારો થયો છે. જે આવકમાં ઘટ હતી તેમાંથી બહાર આવી આપણે સારી સ્થિતિ તરફ વધી રહ્યા છીએ. ગયા વર્ષના પેટ્રોલ ડીઝલના વેચાણ કરતા આ વર્ષે વેચાણ વધ્યું છે. જીએસટીની આવકમાં પણ વધારો થયો છે.

GAIN ટૂલ કરચોરી કરતાં કરદાતાઓ શોધી કાઢે છે

જી.એસ.ટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગના કેસો શોધી કાઢવા માટે GSTN દ્વારા વિકસાવેલ જીએસટી એનાલિટીક્સ અને ઈન્ટેલીજન્સ નેટવર્ક (GAIN) ટૂલનો ઉપયોગ શરૂ કરેલ છે. જે આર્ટિફિશિયલ ઈંટેલિજન્સનો ઉપયોગ કરી ખોટી વેરાશાખ લેતાં અને કરચોરી કરતાં કરદાતાઓ શોધી કાઢે છે. આ ટૂલ ખરીદ વેચાણના વ્યવહારોની સમગ્ર ચેઇનનો ગ્રાફિકલ આઉટપુટ આપે છે, તેમજ બોગસ બિલિંગના કેસો શોધવામાં મદદરૂપ થાય છે.ગત વર્ષની કારણે ગત વર્ષે 93 લાખ થતા આવક ઘટી હતી. જે હવે સ્થિતિ સુધરતા આવક સવા લાખ જેટલી થઇ છે. ગત વર્ષના રાજ્યની પેટ્રોલ ડીઝલની આવક ગત વર્ષની સરખામણીએ વધી છે. પેટ્રોલની આવકની સાથે વેચાણ અને જથ્થામાં વધારો થયો છે. GST લાગુ કરવાના કારણે પાંચ વર્ષ ચૂકવવાનો જે વાયદા કરવામાં આવ્યો છે તે ભારત સરકાર નિયમિત રીતે ગુજરાતનો હિસ્સો ચૂકવી રહી છે. આર્થિક રીતે આપણું રાજ્ય સક્ષમ ગણાય તે રીતે આપણે આગળ વધી રહ્યાં છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશ્રમ રોડ ખાતે રિનોવેટ થયેલા GST કાર્યાલયનું લોકાર્પણ કર્યું

ફાસ્ટટેગના ડેટાનું એકીકરણ કરાય છે

આ ઉપરાંત એનઆઇસી દ્વારા ઇ વે બિલ પોર્ટલ અને FASTAG ના ડેટાનું એકીકરણ કરી તેના આધારે REAL TIME ડેટાના વિવિધ રીપોર્ટ્સની ફેસીલિટી શરૂ કરેલ છે. તેથી કરપાત્ર માલનું વાહન કરતાં વાહનોનું રિયલ ટીમ ટ્રેકિંગ સંભવ બનેલ છે.

સંપૂર્ણ રકમ જો સરકારની તિજોરીમાં આવશે તો લોકોના ઉત્કર્ષ માટે વાપરી શકાશે

ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જ્યાં 50 હજારથી વધુ બિલ જો બનતું હોય તો તેનું ઈ વે બિલ જનરેટ થઇ રહ્યું હોય. જે લોકો ટેક્સ ન ચૂકવી છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા બોગસ બિલિંગ કૌભાંડને પણ GST ના અધિકારીઓએ ખુલ્લાં પાડ્યાં છે. અધિકારીઓએ આવા લોકોની સંપત્તિને જપ્ત કરવાની કામગીરી પણ કરી રહ્યાં છે. આજે એક કલાક સુધી અધિકારીઓ સાથે બેઠક કરી GST ટેક્નોલોજી, કામગીરી, કાર્ય પદ્ધતિની કામગીરીની સમીક્ષા કરી છે. હું આશા રાખું છું કે પ્રામાણિક વેપારીને પ્રોત્સાહન મળે અને બોગસ કામગીરી કરતા લોકો સામે પગલાં લેવાશે. આવનારા સમયમાં બોગસ બિલિંગ બંધ થાય, સંપૂર્ણ રકમ સરકારની તિજોરીમાં આવે. એ પૈસા લોકોના ઉત્કર્ષ માટે વપરાય.

વિભાગે કરચોરી અને બોગસ બિલિંગના ઘણા મોટા પ્રમાણમાં કેસો શોધી કાઢ્યા છે

શક્ય તેટલી હદે લોકોને સહકાર આપવામાં આવ્યો

નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ આવક GST અને ત્યાર બાદ પેટ્રોલ ડીઝલમાંથી પ્રાપ્ત થતી આવક છે. ગત વર્ષે કોરોનાને કારણે જુદા જુદા પ્રકારે આવકમાં ઘટાડો થયો. તેની સીધી અસર રાજ્યની આવક ઉપર થઇ છે. પણ સદભાગ્યે ત્રણ ચાર મહિનાથી સ્થિતિ સુધરી છે. ભારત સરકાર તરફથી ટેક્સ, બેન્કના હપ્તા ભરવામાં કેટલીક છૂટ આપવામાં આવી. ગુજરાતમાં આત્મ નિર્ભર યોજના હેઠળ જે દુકાનો, શો રૂમ, હોટલો બંધ રાખવામાં આવી તેમને વીજ બિલ, પ્રોપર્ટી ટેક્સ ભરવામાં રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શક્ય બને તેટલી હદે લોકોને સહકાર આપવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં ગણ્યાંગાંઠ્યા જ કેસો આવી રહ્યાં છે. રાજ્ય સરકારે પણ જુદા જુદા વેપારી વિભાગોને છૂટછાટ આપી છે. આર્થિક કામગીરીને પ્રોત્સાહન મળ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદના મેમનગરમાં સૌરાષ્ટ્ર કેળવણી મંડળની સામેનો માર્ગ 'નવનીત પટેલ માર્ગ' તરીકે ઓળખાશે

આ પણ વાંચોઃ કોરોના રસીકરણમાં ગુજરાત પ્રથમ: નાયબ મુખ્યપ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.