અમદાવાદ: 2 દિવસ પહેલા શહેરના ઘાટલોડિયા વિસ્તાર (Crime In Ahmedabad)માં એક રિક્ષાચાલકે ઘાટલોડિયામાં આવેલી ટેલિફોન એક્સચેન્જ (Telephone exchange Ghatlodia) પાસેથી પસાર થઈ રહેલી 39 વર્ષીય મહિલાને મોઢાના ભાગે અને છાતીના ભાગે એસિડ (Acid Attack In Ahmedabad) ફેંક્યું હતું. એસિડ ફેંકનારો આરોપી સંજય ઉર્ફે શિવા ગુનો કર્યા બાદ નાસી છૂટ્યો હતો.
આરોપીની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી
ઘાટલોડિયા પોલીસે એસિડ ફેંકનારા (Acid Attack Cases In Gujarat) આરોપીની ધરપકડ કરી છે. આરોપીને પકડવા માટે ઝોન 1ના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. એ દરમિયાન વાડજ પોલીસને બાતમી મળી હતી એસિડ એટેક કરનાર આરોપી નવરંગપુરામાં આવેલા લખુડી તળાવ (lakhudi talav ahmedabad)ના છાપરા આગળ છે, જ્યાં પોલીસે પહોંચીને આરોપીને દબોચ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે પત્ની સાથે મનમેળના આવતા તેના 5 વર્ષ પહેલા છૂટાછેડા (Divorce Cases In Gujarat) થયા હતા.
આ પણ વાંચો: Acid Attack In Ahmedabad: ઘાટલોડિયામાં નરાધમો મહિલાના મોઢા પર એસિડ ફેંકી ફરાર
મહિલા 2 બાળકો સાથે એકલી રહેતી હતી
બીજી તરફ ભોગ બનનારી મહિલાને પણ પતિ સાથે મનમેળ ન થતા પોતાનાં બે બાળકો સાથે એકલવાયુ જીવન વિતાવતી હતી અને અલગ-અલગ ઘરોમાં ઘરકામ કરીને પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવતી હતી. થોડા સમય પહેલા ઘરકામ કરવા જતા સમયે શિવા નાયક સાથે મહિલાનો પરિચય થયો હતો. ત્યારબાદ મહિલા અને રિક્ષાચાલક વચ્ચે મિત્રતા થઈ હતી.
આ પણ વાંચો: કોમ્પનસેશન સ્કીમ: દુષ્કર્મ અને એસિડ અટેક જેવા વિવિધ ગુનામાં ભોગ બનનારને કેટલું ચૂકવાય છે આર્થિક વળતર?
રિક્ષાચાલક મહિલાને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો
રિક્ષાચાલક શિવા નાયક છેલ્લાં ઘણા દિવસોથી મહિલાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ (Crime Against Women In Gujarat) કરતો હતો અને પોતાની સાથે વાત કરવા માટે હેરાન કરતો હતો. જો કે મહિલાને શિવા સાથે પ્રેમ સંબંધ રાખવો ન હોવાથી તેણે પ્રેમસંબંધ માટે ઈન્કાર કરતા શિવા નાયકને લાગી આવ્યું હતું અને શાહપુર વિસ્તારમાંથી એસિડ લાવીને મહિલાના મોઢા પર છાટ્યુ હતું.