ETV Bharat / city

Acid Attack In Ahmedabad: ઘાટલોડિયામાં નરાધમો મહિલાના મોઢા પર એસિડ ફેંકી ફરાર - ગુજરાતમાં મહિલાઓ સામે ગુના

અમદાવાદના ઘાટલોડિયા (Acid Attack In Ahmedabad)માં એક મહિલા પર બાઇક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો હતો. મહિલાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહિલા પર એસિડ એટેક કરીને શખ્સો ફરાર થઈ ગયા હતા. એસિડ એટેક કયા કારણોસર કરવામાં આવ્યો તે સામે આવ્યું નથી.

Acid Attack In Ahmedabad: ઘાટલોડિયામાં બાઇક પર આવેલા નરાધમો મહિલાના મોઢા પર એસિડ ફેંકી ફરાર

author img

By

Published : Mar 7, 2022, 3:40 PM IST

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયામાં મહિલા પર એસિડ એટેક (Acid Attack In Ahmedabad)નો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બાઇક પર આવેલા શખ્સો મહિલાના મોઢા પર એસિડ છાંટી (Acid Attack On Women) ફરાર થયા હતા. આ ઘટના બાદ મહિલાને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)માં ખસેડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં 3 વ્યક્તિની ઝારખંડથી અટકાયત

મહિલાને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના વિકસિત ગણાતા એરિયા ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ (telephone exchange ghatlodia) નજીકથી એક મહિલા પસાર થઈ રહી હતી. તે દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો હતો. મહિલા પર એસિડ એટેક કરીને શખ્સો ફરાર થયા હતાં. આ ઘટના બાદ મહિલા (Crime Against Women In Gujarat)એ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ભેગા થયા હતાં. મહિલાને મોંઢા પર ગંભીર ઈજા (Violence Against Women In Gujarat) થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ચપ્પુની અણીએ યુવકે આચર્યું યુવતી સાથે દુષ્કર્મ

એસિડ એટેક કરવાનું કારણ અકબંધ

હજુ સુધી મહિલા પર કયા કારણોસર એસિડ એટેક કરવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી. હાલ પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મહિલાઓ સાથે દુષ્કર્મ, હત્યા અને શોષણના બનાવો વધ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.