અમદાવાદ : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો(Increase in Omicron case) જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પણ હવે ઓમિક્રોનનો સબ વેરિયયન્ટ સામે આવ્યો(Sub variants of Omicron variant) છે જેના કારણે આરોગ્ય વિભાગ ફરી એક વખત ચિંતામાં મુકાયું છે. ઓમિક્રોનના ત્રણ સબ-લીનિએજ એટલે કે સ્ટ્રેઈન મળી આવતા તંત્રમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે, જેમાં BA.1, BA.2 અને BA.3 સામેલ છે. ઓમિક્રોનના કહેર સામે ઝઝૂમી રહેલા યુકેમાં હવે BA.2 સ્ટ્રેઈનના કેસો ઝડપથી વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
BA.2 માં છે 53 સિક્વન્સ
સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની ગંભીરતા ઓછી છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. UKHSAએ કહ્યું કે, અમને આશા છે કે, પુખ્ત વયના લોકોમાં ઓમિક્રોનની ગંભીરતા ઓછી છે, તો બીજી તરફ UKHSA એ ચેતવણી આપી છે કે, BA.2 સ્ટ્રેઈનમાં 53 સિક્વન્સ છે, જે અત્યંત ચેપી છે. તેમાં કોઈ ચોક્કસ મ્યુટેશન જોવા મળ્યા નથી, જેના કારણે તેને ડેલ્ટા વેરિઅન્ટથી સરળતાથી ઓળખી શકાય છે. જ્યારે ઓમિક્રોન કરતા તેનો સબ વેરીએન્ટ બાળકોમાં અસર કરે છે, ત્યારે તેમના ફેફસામાં અસર કરી રહ્યો છે. BA.1 કરતા BA.2 વધારે ઇન્ફેકટિવ છે પરંતુ હજુ પણ તેની પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Health Ministry New Guideline: આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન, 5 વર્ષ સુધીના બાળકોએ માસ્ક પહેરવાની જરૂર નથી
સબ વેરીએન્ટના પ્રાથમિક લક્ષણો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સબ વેરિએન્ટના પ્રાથમિક લક્ષણોની વાત કરીએ તો દર્દીઓને રાત્રે પરસેવો થવો, ભૂખ ન લાગવી અને ઉલ્ટી થવી. જેમાં ઓમિક્રોનના લગભગ 20 જેટલા લક્ષણોનો પણ સમાવેશ થાય છે, જેમ કે છીંક આવવી, નાક વહેવું, સતત ઉધરસ, માથાનો દુખાવો, ગળામાં ખારાશ આવી, થાક લાગવો, કર્કશ અવાજ, શરદી અથવા ધ્રુજારી, ચક્કર આવવા, તાવ, આંખમાં દુખાવો, સુગંધ ન આવવી, છાતીમાં દુખાવો થવો, ભૂખ ન લાગવી, નબળાઈ આવવી.
આ પણ વાંચો : Third Covid Wave in India: ઓમિક્રોન કે ડેલ્ટા?
જ્યારે લક્ષણો દેખાય ત્યારે શું કરવું
જો તમે ઓમિક્રોનના લક્ષણોમાંથી કોઈપણ અનુભવો છો, તો તેને સામાન્ય શરદી અથવા ફ્લૂ તરીકે ન વિચારો, તેના બદલે તમારો કોવિડ ટેસ્ટ કરાવો અને રિપોર્ટ આવે ત્યાં સુધી ઘરના લોકોથી દૂર રહો અને પોતાને ક્વોરેન્ટાઈન કરો. લક્ષણો પર પણ ધ્યાન આપતા રહો, ઘરમાં પણ માસ્ક પહેરવાનું રાખો, અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળો, જેથી અન્ય લોકોમાં ચેપનું જોખમ ન રહે. નિષ્ણાતોનું કહેવું છે કે, વર્તમાન સમયમાં ઓમિક્રોનથી બચવા માટે રસીકરણ એ સૌથી અસરકારક રીત છે.
જાણો નિષ્ણાતો શું કહે છે નવા વેરિએન્ટ વિશે
નિષ્ણાત ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, હાલ ઓમિક્રોન વેરીએન્ટ ખુબજ ઝડપી ફેલાઈ રહ્યો છે પરંતુ તેની ગંભીરતા ખુબજ ઓછી છે, જ્યારે હાલ BA.2 ઘાતક હોય તેવું લાગી રહ્યું છે. જો.કે હાલ કહેવું મુશ્કેલીભર્યું છે, ઓમિક્રોનના સબ વેરીએન્ટ પર સ્ટડી ચાલી રહી છે, WHOએ વેરીએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ રાખ્યું છે.