ETV Bharat / city

ધંધુકા નજીક તગડી રેલવે ફાટક 123-SPL પર ટ્રાફિક જામ અને અકસ્માત યથાવત - Ahmedabad-Botad Broad Gauge Railway Line

અમદાવાદ- બોટાદ બ્રોડગેજ રેલવે લાઈન પર તગડી ફાટક 123-SPL પર વારંવાર ટ્રાફિક જામ થવા તેમજ અકસ્માત સર્જાવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. રેલવે તંત્ર દ્વારા ફાટકના આગળના ભાગે રોડ વચ્ચે પાંચ પાંચ લોખંડના ખુંટ બે જગ્યાએ ખોડી દેવામાં આવતા રોડની બન્ને સાઈડ સાંકડી થઇ ગઈ છે.

News of the gates
News of the gates
author img

By

Published : Jun 4, 2021, 5:21 PM IST

  • તગડી ફાટકના રોડ વચ્ચે પાંચ પાંચ લોખંડના ખુંટ ખોડી દેવામાં આવતા રોડની બન્ને સાઈડ સાંકડી બની
  • તગડી ફાટક પર વધુ પડતો વળાંક હોવાથી ભારે, લોડિંગ અને ટ્રેલર જેવા વાહન પસાર કરવામાં વાહન ચાલકો વચ્ચે વચ્ચે ઘર્ષણ
  • રેલવે તંત્ર એ રોડ વચ્ચે લોખંડના ખુંટ ખોડી દેતા તે વાહનોને પહોંચાડે છે નુકસાન
  • ધંધૂકા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે રેલવે તંત્રને કરી રજૂઆત

અમદાવાદ : આ બ્રોડગેજ રેલવે લાઈન પર તગડી 123-SPL નંબરની ફાટક દિશાહીન મૂકવામાં આવતા ફાટકની બન્ને સાઇડમાં કાટખૂણા જેવો વળાંક જોવા મળી રહ્યો છે. તેમજ રોડ વચ્ચે લોખંડના ખુંટ છોડી દેવામાં આવ્યાં છે. પરિણામે આમને સામને આવતા વાહનો સાંકડા માર્ગમાંથી પસાર થતાં ભારે અને લોડિંગ વાહનો એકબીજા સાથે સ્પર્શી જતા અવાર-નવાર વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ થતું જોવા મળે છે.

તગડી રેલવે ફાટક 123-SPL પર ટ્રાફિક જામ અને અકસ્માત યથાવત

આ પણ વાંચો : વડોદરા ઇટોલા રેલવે ફાટક પાસેથી બોગસ ડોક્ટર ઝડપાયો

પાંચ પાંચ લોખંડના ખુંટ ખોડવામાં આવ્યાં છે. જેને દૂર કરવા જોઈએ : રાજેશભાઈ ગોહિલ (ધારાસભ્ય)

ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ જણાવે છે કે, તગડી રેલવે ફાટક ખોટી ડિઝાઇનથી બનાવી દેવામાં આવે છે. પરિણામ સ્વરૂપે ફાટકની બન્ને સાઇડમાં વધુ પડતો વળાંક જોવા મળે છે તેમજ રોડ વચ્ચે અલગ અલગ બે જગ્યાએ પાંચ પાંચ લોખંડના ખુંટ ખોડવામાં આવ્યાં છે. જેને દૂર કરવા જોઈએ. જ્યારે ફાટકની બન્ને સાઇડ વધુ પડતો વળાંક દૂર કરવા રેલવે તંત્રને વાત કરી છે.

રેલવે ફાટક 123-SPL
રેલવે ફાટક 123-SPL

આ પણ વાંચો : વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા એસ.ટી. વિભાગને 7 લાખનો ફટકો પડશે

આવનારા સમયમાં આ ફાટકના ફેરફારને લઇને જન આંદોલન કરાશે : ધંધુકા તાલુકા પંચાયતના સદસ્ય

ધંધુકા તાલુકા પંચાયતના સદસ્યના મતે તગડી 123-SPL નંબરની ફાટક પર રોડના વચ્ચેના ભાગે પાંચ પાંચ લોખંડના ખુંટ ખોડી દેવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપે અહીંથી પસાર થતાં વાહનોને આ ખુંટ વારંવાર નડતર રૂપ સાબિત થઈ રહ્યા છે. રોડ વચ્ચે ખુંટ રેલવે તંત્રના ખોટા પ્લાન મુજબ નાખવામાં આવ્યા છે, ત્યારે આ ફાટક પરથી પસાર થતાં આમને-સામને વાહનો ખુંટ સાથે ઘસડાઈ જતા હોય છે અને વાહનોને હંમેશાં નુકસાની વેઠવી પડે છે. જેથી રેલવે તંત્રના અધિકારીઓએ રોડ વચ્ચેના ખુંટ નાખવામાં આવ્યાં છે તેને દૂર કરવા જોઈએ. તેમજ જે વળાંક આપવામાં આવ્યો છે તેને પણ દૂર કરવો જોઈએ. નહીં તો આવનારા સમયમાં આ ફાટકના ફેરફારને લઇને જન આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો : વલસાડનો રેલવે ઓવરબ્રિજ 21 જૂન સુધી બંધ હોવાથી જિલ્લામાં આવતા લોકોએ 14 કિમી ફરીને આવવું પડશે

આ ટ્રાફિક જામ થવાનો મામલો કોઈ એક દિવસનો નથી. વારંવાર ટ્રાફીક જામ સર્જાય છે : કિશોરભાઈ કોરડીયા

કિશોરભાઈ કોરડીયાના મતે તેઓ આ રોડ પરથી દરરોજ અપડાઉન કરે છે. જેઓ ધંધુકા દીવાની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોવાથી અપડાઉન કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, આ ટ્રાફિક જામ થવાનો મામલો કોઈ એક દિવસનો નથી. વારંવાર ટ્રાફીક જામ સર્જાય છે. એનું મુખ્ય કારણ રોડ વચ્ચે નાખવામાં આવે લોખંડના ખુંટ જવાબદાર છે. વાહનો આમને-સામને પસાર થતાં એકબીજા વાહનો પોલ સાથે કે અન્ય વાહનો સાથે ઘસાઈ જવાથી વાહન ચાલકો વચ્ચે પણ વારંવાર અહીં ઘર્ષણ થતું જોવા મળે છે, ત્યારે રેલવે તંત્રએ આ રોડ વચ્ચે ખુંટ છે તેને દૂર કરવા જોઈએ અને જે વળાંક આપવામાં આવ્યો છે તે પણ દૂર થવો જોઈએ તેવી માંગણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.