- ACB અધિકારીના કમાન્ડો દ્વારા સરાહનીય કામગીરી
- નર્મદા કેનાલમાં આત્મહત્યા કરનારા બે વ્યકિ્તના જીવ બચાવ્યા
- અનેક લોકો આત્મહત્યા કરનારા રાજેન્દ્રસિંહને ડૂબતા જોઈ રહ્યા હતા
અમદાવાદ: જિલ્લામાં ACB ના એક કમાન્ડો (Commando) એ આત્મહત્યા કરનારા બે વ્યકિ્તના જીવ બચાવ્યા હોવાનો કિસ્સો બન્યો છે. આ ઘટનાની વાત કરીએ તો આત્મહત્યા (suicide) ની કોશિશ કરનારા વ્યક્તિને બચાવવા ઘનશ્યામસિંહે કેનાલ (Canal) માં ઝંપલાવ્યું ત્યારે તેમનો આઠ વર્ષનો દીકરો હોસ્પિટલના બિછાને પડ્યો હતો પરંતુ કહેવાય છે કે એક સારો વિચાર અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ કિસ્સામાં આવું જ થયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 159 કિસ્સા
પોતાના આઠ વર્ષના દીકરાની તબિયત ગંભીર હોવા છતાં આત્મહત્યા કરનારનો જીવ બચાવ્યો
ઘનશ્યામસિંહે હોસ્પિટલથી પુત્રને લઈને ઘરે જતા હતા, ત્યારે એક વ્યક્તિને આત્મહત્યા (suicide) કરતાં જોઈ તેમનાથી રહેવાયું નહીં અને તે વ્યક્તિને બચાવવા તેઓ કેનાલમાં કૂદી પડ્યા હતા. પત્નીના એક વર્ષ પહેલા મોતના કારણે આઘાતમાં રહેતા અને આત્મહત્યા (suicide) કરવા આવેલા 40 વર્ષના રાજેન્દ્રસિંહ રાજપૂતને ઘનશ્યામસિંહ જાડેજા સ્થાનિક લોકોની મદદથી ટોળું નાખીને બચાવ્યા હતા. જોકે ત્યાર પછી તેઓ ઘરે તેમના પુત્રને મૂકીને ફરજ ઉપર પરત ફરતા હતા ત્યારે તેમનો તે જગ્યાએ લોકોના ટોળા જોયા અને લોકોએ થોડા સમય પહેલાં તેમની આ પ્રશંસનીય કામગીરીને જોઈને તે સ્થળ ઉપર અને વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થાનિકોએ દોરડાની મદદથી વૃદ્ધને બચાવી લીધા હતા. આ સમગ્ર મામલે કમાન્ડો (Commando) ની બહાદુરીને ACB ના અધિકારીઓએ બિરદાવી હતી. આ સાથે જ PM મેડલ ફોર લાઈફ સેવિંગ મેડલ માટે ACB દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: suicide news: વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
ઘનશ્યામસિંહે આ કામગીરી કરીને સૌ કોઈના દિલ જીતી લીધા
ACB ના કમાન્ડો (Commando) એ લોકોના ટોળાંએ ભેગા થતા જોયા અને તેમણે ગાડીમાંથી ઉતરીને જોયું તો એક વ્યક્તિ આત્મહત્યા (suicide) કરવા જઈ રહ્યો હતો અને તેઓ કેનાલમાં પડ્યો હતો, ઘનશ્યામસિંહે તરત જ ગાડીમાંથી પકડવાની ફેન્સીંગ તાર કાપી અંદર ઉતર્યા હતા અને ડૂબતા બચાવ્યા હતા. આમ ઘનશ્યામસિંહ જાડેજાની ઊંડા કામગીરીથી બે લોકોના જીવ બચ્યા હતા. આ કામગીરીથી ACB દ્વારા એક ગર્વની લાગણી પણ અનુભવી છે. આ મામલે ACB દ્વારા મેડલ માટે રજૂઆત કરવામાં આવી છે. ઘનશ્યામસિંહે આ કામગીરી કરીને સૌ કોઈના દિલ જીતી લીધા છે.