ETV Bharat / city

આપ નમ્યુંઃ મહેશ સવાણીએ કર્યા પારણા: અસિત વોરોના રાજીનામાની માંગ સાથે હતા ઉપવાસ પર - મહેશ સવાણીએ અંતે કર્યું પારણું

ગુજરાતમાં પેપરલીક કાંડ મુદ્દે ઉપવાસ પર ઉતરેલા આપ નેતાઓએ આજે પારણા કર્યા હતા. મહેશ સવાણી (AAP leader Mahesh Savani)ની તબિયત દિવસે દિવસે નાજુક થતા અંતે સાધુ સંતો SVP હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના હાથે પારણા કરાવ્યા હતા.

આપ નેતા મહેશ સવાણીએ અંતે કર્યું પારણું: અસિત વોરોના રાજીનામાની માંગ સાથે હતા ઉપવાસ પર

author img

By

Published : Dec 29, 2021, 7:34 PM IST

Updated : Dec 29, 2021, 8:54 PM IST

અમદાવાદ: ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (Head clerk paper leak) કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન (GSSSB chairman asit vora) અસિત વોરાના રાજીનામાની માંગ સાથે સાત દિવસથી ઉપવાસ કરનાર મહેશ સવાણીની ગઈકાલે તબિયત લથડી હતી. જે બાદ તેમને અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે તબિયતને ધ્યાને રાખી ઉપવાસ તોડવા ખુબજ જરૂર બન્યા હતા.

આપ નેતા મહેશ સવાણીએ અંતે કર્યું પારણું: અસિત વોરોના રાજીનામાની માંગ સાથે હતા ઉપવાસ પર

મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા

ઋષિભારતી બાપુ સહિતના સંતોએ આજે તેમને પારણા કરાવ્યા હતા, તે બાદ પ્રદેશ કાર્યાલય ખાતે આપના કાર્યકરો, નેતાઓએ મહેશ સવાણીએ કન્યાદાન કરાવેલ યુવતીના હસ્તેથી તેમને પારણા કરાવ્યા હતા. આંદોલનના નેતા યુવરાજ જાડેજા અને દિકરીઓએ મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા કરાવ્યા હતા.

કેટલા દિવસો પછી કર્યા પારણા

આપ નેતાઓની ધરપકડ (Aap leaders arrest) બાદ મહેશ સવાણી અને પ્રભારી ગુલાબસિંહ યાદવ ઉપવાસ પર ઉતર્યા હતા. જેના આઠમા દિવસે બન્ને નેતાઓએ પારણા કર્યા છે. તો બીજી તરફ હવે અસિત વોરના રાજીનામાની માંગને લઈ આગામી નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે, જેના આધારે હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021 : અસિત વોરા સામે પોલીસ ફરિયાદની માંગ લઇ યમરાજ વડોદરા ક્લેક્ટરને મળ્યા

Last Updated : Dec 29, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.