અમદાવાદ: પેપર લીક કાંડ અને અન્ય મુદ્દાઓને લઈને આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી માટે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી (Application in High Court) કરી હતી. અગાઉ અમદાવાદ પોલીસ કમિશ્નરે (Ahmedabad Police Commissioner) ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી ન આપતાં આપએ (AAP Ahmedabad) હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.
વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરાશે
હાલ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિસમસને લઈને એક અઠવાડિયાનું વેકેશન (Vacation in Gujarat High Court) ચાલી રહ્યું છે પરંતુ આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર ઉપપ્રમુખના નામે થયેલી અરજી ઉપર અર્જન્ટ હિયરિંગ માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે કોર્ટે અહીં નોંધ્યું હતું કે, વેકેશન દરમિયાન હાલ આ મામલે અર્જન્ટ હિયરિંગની કોઈ જરૂરિયાત જણાતી નથી, જોકે કોર્ટે રેગ્યુલર કોર્ટ રજૂઆત કરવા માટે અરજદારોને છૂટ આપી હતી. આ મામલે વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરાશે.
મામલો વિવાદે ચડતાં 10 લોકો સામે FIR નોંધાઈ હતી
મહત્વનું છે કે, અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 12મી ડિસેમ્બરના રોજ હેડ ક્લાર્કની 186 જગ્યા માટે પરીક્ષા યોજાઇ હતી. જેમાં 2,41,400 જેટલા ઉમેદવારોએ અરજી કરતા 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ દરમિયાન પેપર ફૂટ્યું હોવાના સમાચાર વહેતા થતાં મામલો વિવાદે ચડ્યો હતો. અનેક આક્ષેપો બાદ દસ લોકો સામે પ્રાંતિજ પોલીસ મથકમાં FIR નોંધાઈ હતી.
આ પણ વાંચો: દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું
આ પણ વાંચો: ટ્રિબ્યુનલ જજની ભરતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી, કોર્ટે ઇસ્યુ કરી નોટિસ