ETV Bharat / city

અમદાવાદમાં સગીર પ્રેમિકાની હત્યા કરનાર આરોપી ઝડપાયો - Ahmedabad rape

અમદાવાદમાં પ્રેમ સંબંધમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ (rape) ગુજાર્યા બાદ હત્યા નિપજાવનારા આરોપીની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. 22 તારીખના રોજ સગીરાનું અપહરણ કરી અલગ-અલગ વિસ્તારમાં ફેરવ્યા બાદ હત્યા નિપજાવી મૃતદેહને અવાવરુ જગ્યાએ નાખ્યા બાદ આરોપી ફરાર થયો હતો. જેને ઝડપી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Rape News
Rape News
author img

By

Published : Jun 25, 2021, 9:24 PM IST

  • પ્રેમ સંબંધમાં સગીરાનું અપહરણ કરી પ્રેમીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા નિપજાવી
  • આરોપીની રખિયાલ પોલીસે ધરપકડ કરી
  • સગીરાની સગાઈ થતા પ્રેમીને અન્ય સાથે રહે તે પસંદ ન હોવાથી હત્યા કરી

અમદાવાદ : શહેરમાં એક પ્રેમીએ પોતાની જ સગીર વયની પ્રેમિકાની હત્યા કરી હતી. જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ આરોપી રખિયાલ પોલીસની કસ્ટડીમાં રહેલો છે. જે મૂળ દસ્ક્રોઇના હુકા ગામનો વતની છે. પોલીસે તેની ધરપકડ અપહરણ (Kidnapping), દુષ્કર્મ (rape), હત્યા (murder), પુરાવાનો નાશ કરવો જેવા અલગ-અલગ ગંભીર ગુનામાં કરી છે. જોકે આરોપી વિરુદ્ધ વધુ પુરાવા મળ્યા બાદ પોલીસ અન્ય કલમોનો પણ ઉમેરો કરશે. આરોપીએ કાવતરું રચી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આ પણ વાંચો : વડોદરામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ

આરોપી પરણિત અને બે બાળકોનો પિતા

આરોપીએ આચરેલા ગુના પાછળની હકીકત પર નજર કરીએ તો આરોપી અને તેની પ્રેમિકા છેલ્લા ઘણા સમયથી એકબીજાથી પરિચયમાં હતા. જોકે સગીરાની સગાઇ નક્કી થઈ હોવાથી બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપી પરણિત અને બે બાળકોનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કરી શકે અથવા તેની સાથે રહી શકે તે શક્ય ન હોવાથી તેની હત્યા (murder) કરી હતી. જે હત્યા માટે પહેલેથી જ જંતુનાશક દવા ખરીદી પોતાની સાથે લઈ ગયો હતો અને તારીખ 23 જૂનના રોજ સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ (rape) ગુજાર્યા બાદ હત્યા (murder) કરી ફરાર થયો હતો. જોકે પોલીસ તપાસનો રેલો આરોપીના ઘર સુધી પહોંચ્યો અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ

પોલીસે કાર્યવાહી હાથ ધરી

અપહરણ (Kidnapping), દુષ્કર્મ (rape) જેવા ગંભીર ગુનામા આરોપીની ધરપકડ કરવામા આવી છે. જોકે વધુ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા બાદ પોલીસ વધુ કલમોનો ઉમેરો કરી શકે છે. જોકે આરોપીની કબુલાતમાં તમામ બનાવની હકીકત સામે આવી છે. તેમ છતા વધુ પુરાવાના આધારે આરોપી વિરુદ્ધ કડક પગલા લેવાય તે માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.