- અમદાવાદમાં આર્મી ડેની ઉજવણી
- યુવાઓ કરી આર્મી ડેની ઉજવણી
- કેવી રીતે થઈ આર્મી ડેની ઉજવણી
અમદાવાદ : દેશ આઝાદ થયો બાદમાં આર્મીની રચના થઈ ત્યાર બાદ આર્મીના વડાની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. જેથી શુક્રવારના રોજ 73મા આર્મી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના યુવાઓના ગૃપ દ્વારા આર્મીની ટી શર્ટ પહેરીને પતંગ ચગાવીને ઉજવણી કરી હતી.
આજનો દિવસ આર્મીને સમર્પિત કર્યો
15મી જાન્યુઆરી એટલે ભારતીય આર્મી ડે અને આ દિવાસને ઉજવણી આર્મી દ્વારા કરવામાં આવે છે. આમ અમદાવાદના ગૃપે શુક્રવારના દિવસે આર્મીને યાદ રાખીને આજનો દિવસ આર્મીને સમર્પિત કર્યો હતો. અન્ય લોકો પણ આ દિવસ ઉજવે તે માટે અન્યોને પ્રેરણા આપી રહ્યા છે.