ETV Bharat / city

અમદાવાદ વટવા GIDC માં લાગી પ્રચંડ આગ,  બ્રિગેડ કોલ દ્વારા મેળવાયો કાબૂ - કેમિકલ કંપની આગ

અમદાવાદમાં આઘનો સિલસિલો યથાવત હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વટવા વિંઝોલ પાસે કંપનીમાં ભીષણ આગી ફાટી નિકળી હતી.જોકે આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. જોકે હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

fIRE
fIRE
author img

By

Published : Dec 9, 2020, 6:55 AM IST

Updated : Dec 9, 2020, 10:23 AM IST

  • અમદાવાદમાં વટવામાં વિઝોલ ફાટક પાસે કંપનીઓમાં ભયંકર આગ
  • કેમિકલ્સ કંપનીમાં લાગેલી આગમાં બ્લાસ્ટ થતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ
  • ધડાકાના અવાજ ઇસનપુર સુધી સંભળાયા
  • રોડ પર પાર્ક વાહનો પણ આગમાં ભસ્મીભૂત થયા

અમદાવાદ: અમદાવાદના વટવા-વિઝોલ રેલવે ફાટક પાસે આવેલી કેમિકલ કંપનીઓમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગના ધડાકાઓ 5 કિલોમીટર સુધી સંભળાયા હોવાની માહિતી મળી રહી છે. મહત્વનું છે કે ફાયરબ્રિગેડની 40 ગાડીઓ હાલ ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવી રહી છે. હાલ ફાયરનો બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે આસપાસની 6 કેમિકલ કંપનીઓમાં પણ ફેલાઈ ચૂકી છે.

અમદાવાદ કંપનીમાં લાગી આગ

આગની ઝપેટમાં અન્ય 6 કંપનીઓ

અમદાવાદ શહેરના વટવા-વિઝોલ રેલવે ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઈઝ, જક્ષય નામની કેમિકલ કંપની અને જેક્શન નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. કોઈ એક કંપનીમાં કેમિકલના બ્લાસ્ટ થતા આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. ઘટનાની જાણ અમદાવાદ શહેર ફાયર વિભાગ થતાની સાથે જ વિભાગની ૪૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ કંપનીમાં લાગી આગ

ફાયરે બ્રિગેડ કોલ કર્યો જાહેર

ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા છે. કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. ધડાકાઓ સાથે આગ લાગતા વિઝોલ અને વટવાના નાગરિકો ભર ઉંઘમાંથી જાગી ગયા હતાં. આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતાં. ઘટનાની જાણ થતાં વટવા GIDC પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મેથેમાઇલ નામનું કેમિકલ પદાર્થમાં બ્લાસ્ટ થયો હતો. જોકે હાલ આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી તો બીજી તરફ આગમાં કોઈને ઇજા થઈ છે કે નહીં તેની પણ હજી કોઈ માહિતી મળી નથી. તેમ છતાં સાવચેતીના પગલે 4 થી વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Last Updated : Dec 9, 2020, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.