- ધંધુકા કોંગ્રેસ સભ્યોઅ આરોગ્ય કેન્દ્રને આપ્યુ 21 લાખનુ દાન
- કોરોના કાળમાં ગરીબ પ્રજાને મદદરૂપ થવા કર્યું દાન
- અનેક નેતાઓની વચ્ચે લેવાયો નિર્ણય
અમદાવાદ: ધંધુકા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી રવિવારે રોગી કલ્યાણ સમિતિ ધંધુકા, સામુહિક આરોગ્ય કેન્દ્રને અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય હરપાલ સિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતના પ્રમુખ જયશ્રી બા ડી. ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ મેર, ડી ડી સોલંકી ધંધુકા તાલુકાના કોંગ્રેસી અગ્રણી, મહંમદ રજા બુખારીની ઉપસ્થિતિમાં રૂપિયા 21 લાખનો ચેક સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. ઉદિત ભાઈને સુપ્રત કરવામાં આવ્યો હતો.
ધંધુકાા કોંગ્રેસ સંભ્યોએ આરોગ્ય કેન્દ્ર માટે આપ્યું દાન
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ધંધુકા અને ધોલેરા તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સહાયરૂપ થવા માટે અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય હરપાલ સિંહ જે ચુડાસમાએ ધંધુકા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જયશ્રી બા ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રણછોડ મેર, પૂર્વ તાલુકા પ્રમુખ પ્રવીણ ચાવડા, પ્રદેશ યુવા કોંગ્રેસ મંત્રી મહંમદ રજા બુખારી, ઉપપ્રમુખ રણજીત સોલંકી, અમદાવાદ જીલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, આર.ડી ચુડાસમા, યોગી ભાઈ ઝાલા તેમજ તાલુકા પંચાયતના તમામ સદસ્યો સાથે બેઠક યોજી તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના કોરોના ગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા ચર્ચા વિચારણાના અંતે તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 21 લાખનો ચેક સામુહિક આરોગ્ય કેન્દ્રને આપવા નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓના ઓક્સિજન માટે ધારાસભ્યએ આપ્યું દાન
ગરીબ પ્રજા માટે મદદરૂપ
તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના કોરોના ગ્રસ્ત દર્દીઓ કે જેઓ ને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આર્થિક રીતે પોસાઈ શકે તેમ નથી તેવા દર્દીઓ માટે ઉપયોગી કેવી રીતે થઈ શકાય? અને કોરોના સંક્રમિત તો માટે માનવસેવા કરી મદદરૂપ થવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકામાં જે ઉપકરણોની જરૂરિયાત છે તેવી વસ્તુ કે સેવા માટે ચોક્કસ પ્રકારના નાણાં વાપરવા અને જેનાથી કોરોના ગ્રસ્ત દર્દીઓને મોતના મુખમાંથી બચાવી પરત નવીન જીવતદાનઆપી શકાય તે હેતુથી અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય અને ધંધુકા તાલુકા પંચાયત સદસ્યોની સમગ્ર ટીમ દ્વારા અનુદાન કરવામાં આવી હતી.