અમદાવાદ કોંગ્રેસના નવા અધ્યક્ષ પદ માટે ચૂંટણી (Congress president election) યોજાઈ હતી જેમાં અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીમાં કુલ 90 ટકા મતદાન (90 percent polling in Ahmedabad ) થયું હતું. મતદાનની પ્રક્રિયા ચાર વાગે પૂર્ણ થઈ ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદની આ ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે ( Mallikarjun Kharge ) અને સાંસદ શશી થરૂર ( MP Shashi Tharoor ) વચ્ચે મુકાબલો થયો હતો. મતદાન પૂર્ણ થઈ જતા બંને મતદાન પેટીને સીલપેક કરીને દિલ્હી માટે રવાના કરી દેવામાં આવી છે.
આ રીતે થઇ ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીના Pro શોભાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 408 ડેલિગેટ્સે વોટ આપવાના હતાં. જેમાંથી 358 લોકોએ પોતાનો વોટ આપ્યો હતો. બંને અધ્યક્ષ પદના ઉમેદવારોના એજન્ટ પણ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બહાર પણ હતા અને અંદર પણ હતાં. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ એજન્ટોએ જે પણ ડેલિગેટ્સે વોટ આપ્યો છે. તેમના આઈ કાર્ડ ચેક કરવામાં આવ્યા સીરીયલ નંબર પણ નોટ કરવામાં આવ્યાં અને બંને ઉમેદવારોના એજન્ટ પણ આ તમામ પ્રક્રિયાથી સંતુષ્ટ છે.
બેલેટ બોક્સને દિલ્હી મોકલાઇ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની જે આ ચૂંટણી (Congress president election) હતી એ બરાબર દસ વાગ્યે ચાલુ થઈ ગઈ હતી અને ચાર વાગ્યે પૂર્ણ પણ કરી દેવામાં આવી હતી. આ સાથે જ બેલેટ બોક્સને પણ એજન્ટની સામે જ બંધ કરવામાં આવ્યા હતા. આ બંને બેલેટ બોક્સને દિલ્હી લઈ જવામાં આવશે અને કોંગ્રેસ અધ્યક્ષ પદ ચૂંટણીનું પરિણામ 19 તારીખે જ આ ચૂંટણીનું પરિણામ (Congress president election results on October 19) સૌની સામે આવશે.
બીજા પ્રદેશના છ લોકોએ ગુજરાતમાં વોટ આપ્યા મહત્વનું છે કે જે ગુજરાતના ડેલિગેટ્સ હતાં તેમણે ગુજરાતની બહાર વોટ આપ્યા છે, જ્યારે બીજા પ્રદેશના છ લોકોએ ગુજરાતમાં વોટ આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે અધ્યક્ષ પદની ચૂંટણી (Congress president election) માટે 19 ઓક્ટોબરે પરિણામ (Congress president election results on October 19) જાહેર થશે ત્યારે લગભગ 25 વર્ષ બાદ કોંગ્રેસના કોઈ બિન ગાંધી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસને મળશે.