અમદાવાદ શહેરમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં યોજાશે. ગુજરાત પોલીસ જેલ વિભાગ અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 15 વર્ષ બાદ ગુજરાતને આ મીટનું યજમાન પદ પ્રાપ્ત થયું છે.
ક્યાં યોજાશે મીટ આ ત્રિદિવસીય મીટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. જ્યારે કાંકરિયા ખાતે આવેલ ટ્રાન્સટ્રેડિયા સ્ટેડિયમમાં આ મીટ યોજાશે. આ મીટમાં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજીત 1031 જેલ અધિકારીઓ અને કર્મીઓ 18 જેટલી સ્પર્ધામાં ભાગ લેશે.
આ પણ વાંચો કુખ્યાત ગુનેગાર અઝહર કિટલી હજી પણ નથી સુધરતો જેલમાંથી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક
ટ્રોફી તેમજ મેડલ પણ આપવામાં આવશે આ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 આયોજન મુદ્દે જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવ જણાવ્યું હતું કે આ મીટ અમદાવાદમાં યોજાઈ રહી છે એ આપણા માટે ગૌરવની વાત છે. 2016માં તેલંગાણા ખાતે આ મિટ યોજાઈ હતી. હાલમાં આ મીટને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર અધિકારીઓ અને કર્મીઓને ટ્રોફી તેમજ મેડલ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો દંતેશ્વર ઓપન જેલમાં રહીને પણ કેદીઓ કરે છે અઢળક કમાણી
છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 મીટને લઈને હાલમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આપને જણાવીએ કે અત્યાર સુધી દેશભરમાં કુલ 5 ઓલ ઇન્ડિયા મીટ યોજાઈ છે. ત્યારે 15 વર્ષ બાદ ફરી ગુજરાતમાં આ મીટ યોજાવા જઈ રહી છે. 6th All india prison duty meet 2022 Home Minister Amit Shah in Ahmedabad , Bureau of Police Research and Development , Amit Shah visit Gujarat in September 2022 , છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 , છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 તારીખ , અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ,બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ , અમિત શાહ ગુજરાત પ્રવાસ સપ્ટેમ્બર 2022