ETV Bharat / city

અમદાવાદ શહેર અને જિલ્લામાં 6,790 કોરોનાગ્રસ્ત દર્દીઓએ થયા સ્વસ્થ

અમદાવાદમાં કોરોના વાઇરસના છેલ્લા 24 કલાકમાં 2,795 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સારવાર દરમિયાન 17 લોકોના મોત થયા હતા. હાલ ઘણા દિવસ બાદ નવા એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો નથી.

author img

By

Published : May 12, 2021, 11:00 PM IST

અમદાવાદ શહેર અને જિલ્લામાં 6,790 કોરોનાગ્રસ્ત દર્દીઓએ થયા સ્વસ્થ
અમદાવાદ શહેર અને જિલ્લામાં 6,790 કોરોનાગ્રસ્ત દર્દીઓએ થયા સ્વસ્થ
  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 દર્દીના થયા મોત
  • 6,725 લોકોને કરવામાં આવ્યા ડિસ્ચાર્જ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2,795 કેસ નોંધાયા છે. 17 લોકોના મોત થયાં છે અને 6,725 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, આજે બુધવારે શહેરમાં એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો નથી. હાલમાં શહેરમાં 109 ઝોન અમલી છે. જ્યારે 11 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં જોધુપર, પાલડી, મણિનગર અને ઘાટલોડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,017 પોઝિટિવ, 15,264 દર્દી કોરોનાનો માત આપી, 102 દર્દીના થયા મૃત્યુ

શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સતત સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે. કોરોનાના કેસો 25,002 કરતાં વધુ હોવા છતાં શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં શહેરમાં પાંચ હજાર કેસો હતાં ત્યારબાદ મે મહિનાની શરૂઆતમાં તેમાં ઘટાડો શરુ થયો હતો.

6,725 લોકોને કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
6,725 લોકોને કરવામાં આવ્યા ડિસ્ચાર્જ

આ પણ વાંચોઃ અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા

શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 6 હજારથી વધુ ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોનાના કેસમાં એક દિવસ બાદ ઉછાળા બાદ ફરી કેસમાં ઘટાડો જોવા મળ્યો છે, શહેર અને જિલ્લામાં 2,833 નવા કેસ નોંધાયા છે. 6,790 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 17 દર્દીના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.