ETV Bharat / city

kidnapped and Murder : ઘરની તકરારમાં 5 વર્ષના બાળકનું અપહરણ કરી કરાઈ હત્યા, જાણો સમગ્ર ઘટના - પોલીસે શોધખોળ હાથ ધરી

અમદાવાદના બહેરામપુરામાં એક નિર્દોષ બાળકને પતિ પત્નીના ઝગડાનો ભોગ (5 year old kidnapped and murdered) બનવું પડ્યું અને બનેવીએ જ અપહરણ કરી સાળાની હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. શું હતી અપહરણ બાદ હત્યાની સમગ્ર ઘટના જાણો આ અહેવાલમાં...

ઘરની તકરારમાં 5 વર્ષના બાળકનું અપહરણ કરી કરાઈ હત્યા, જાણો સમગ્ર ઘટના

author img

By

Published : Jan 29, 2022, 6:26 PM IST

અમદાવાદ : બહેરામપુરામાં રહેતા રિયાન શેખ કે જે 3 દિવસ પહેલા ગુમ (5 year old kidnapped and murdered) થયો હતો, જેને શોધવા માટે પરિવાર અને પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી હતી. તે બાળકનો 3 દિવસ બાદ સાણંદ પાસે કેનાલ માંથી મૃતદેહ મળી આવ્યો છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છે, પણ એનાથી પણ મોટો ઝાટકો પરિવારને ત્યારે લાગ્યો કે જ્યારે તેઓને ખબર પડી કે તે બાળકનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે અને તે પણ તેના બનેવીએ જ તે કરુણ ઘટના ને અંજામ આપ્યો હતો, જેની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરની તકરારમાં 5 વર્ષના બાળકનું અપહરણ કરી કરાઈ હત્યા, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો: Rape Case in Surat: ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

બનેવીએ જ અપહરણ કરી સાળાની હત્યા કરી

સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો 3 દિવસ પહેલા 24 જાન્યુઆરીએ રિયાન શેખ ગુમ થયો હતો, જેની શોધ ખોળ પરિવાર કરી રહ્યો હતો, સાથે પોલીસને પણ સમગ્ર મામલે જાણ કરાઈ અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને પોલીસે અલગ અલગ લોકોના નિવેદન પણ લીધા હતા, જેમાં શંકાની સોઈ ઘરજમાઈ પર અટકી, પણ જ્યારે બાળકનો મૃતદેહ મળી આવ્યો અને પરિવારે તેની ઓળખ કરી તે બાદ પોલીસે કડક પૂછપરછ કરતા ઘરજમાઈ ભાંગી પડ્યો અને તેણે તેનો ગુનો કબૂલ કર્યો હતો, કે તેણે જ તેના સાળા રિયાનનું અપહરણ કરાવ્યું અને રિક્ષામાં બેસાડી વિશાલા પાસે આવેલ કેનાલમાં નાખી તેની હત્યા કરી નાખી.

આ પણ વાંચો: ડીસા એસ.ટી.ડેપોમાં ઊભેલી બસમાંથી યુવક-યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર

પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસે ઘરજમાઈ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જે બાદ વધુ તપાસ કરતા સામે આવ્યું કે, ઘર જમાઈએ પતિ પત્નીના ઝગડાના કારણે પત્નીને શબક શીખવાડવા માટે તેના સાળાનું અપહરણ કરી હત્યા કરી હતી. જે બાળકને દત્તક લેવામાં આવ્યો હોવાનું પણ ખુલ્યું હતું, હાલ તો સમગ્ર ઘટનામાં ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે, તેમજ ઘર જમાઈને પોલીસના હવાલે કરી દેવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.