ETV Bharat / city

રામોલમાં રાત્રિ કર્ફયુનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરનાર 5ની ધરપકડ - Police arrested 5

અમદાવાદમાં રાત્રિ કર્ફયુનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરનારની અત્યાર સુધી પોલીસે 5ની ધરપકડ કરી છે. તેવો જ એક વિડીયો વાઇરલ થયો છે જેમાં, યુવક તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે.

રાત્રિ કર્ફયુંનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરનાર 5ની ધરપકડ

author img

By

Published : Feb 3, 2021, 10:41 PM IST

  • રાત્રિ કર્ફયુંના ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરી
  • તલવારથી કેક કાપતો વિડીયો વાઇરલ
  • 10 કે તેથી વધુ જેટલા લોકો ત્યાં હાજર હતા

અમદાવાદ : શહેરમાં તલવાર વડે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જે મામલે પોલીસે ગુનાં પણ નોંધ્યા છે. ત્યારે રામોલમાં પણ રાત્રિ કર્ફ્યું દરમિયાન કેક કાપવાનો વિડીયો સામે આવ્યો હતો. જન્મ દિવસની ઉજવણીમાં પોલીસકર્મીઓની પણ હાજરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને 5 આરોપીની ધરપકડ કરી છે.

વિશાલ નામના યુવકે તલવારથી કેક કાપી હતી

વાયરલ થયેલ વિડીયોમાં વિશાલ નામના યુવકે તેના જન્મ દિવસે તેના નારાયણ બંગલોઝના કોમન પ્લોટમાં રાત્રે સ્ટેજ બનાવી એના પર કેક મૂકી તલવારથી કાપી હતી. આ સમગ્ર ઉજવણીમાં 10 કે તેથી વધુ જેટલા લોકો ત્યાં હાજર હતા. જે તમામ માસ્ક વગર જ ત્યાં હાજર હતા. સમગ્ર મામલો સામે આવતા રામોલ પોલીસ દ્વારા ગુનો નોધવામાં આવ્યો હતો. કેક કાપનાર વિશાલ અને તેના અન્ય 4 મિત્રો વિરુદ્બમાં ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.