ETV Bharat / city

'સતર્કતા એ જ સલામતી'ના ઉદ્દેશ્ય સાથે વિરમગામમાં 27 ધન્વંતરી રથ કાર્યરત - ધન્વંતરી રથ

સરકાર દ્વારા રાજ્યભરમાં ધન્વંતરી રથ દોડાવવામાં આવી રહ્યા છે. વિરમગામમાં ધન્વંતરી રથમાં જરૂરિયાતમંદોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બે લાખથી વધુ લોકોના ઓક્સિજનનું પ્રમાણ પણ ચેક કરવામાં આવ્યું હતું.

'સતર્કતા એ જ સલામતી'ના ઉદ્દેશ સાથે વિરમગામમાં 27 ધન્વંતરી રથ કાર્યરત

author img

By

Published : Sep 26, 2020, 6:48 PM IST

વિરમગામઃ સરકાર દ્વારા રાજ્યભરમાં ધન્વંતરી રથ દોડાવવામાં આવી રહ્યા છે. વિરમગામમાં ધન્વંતરી રથમાં જરૂરિયાતમંદોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બે લાખથી વધુ લોકોના ઓક્સિજનનું પ્રમાણ પણ ચેક કરવામાં આવ્યું હતું. વિરમગામમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા અધિકારીના માર્ગદર્શન હેઠળ 27 ધન્વંતરી રથ ચલાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં 2821 વિસ્તારોમાં કુલ 3 લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવી છે.

ધન્વંતરી રથની મેડિકલ ટીમ દ્વારા વ્યક્તિઓને આયુર્વેદિક દવા, ઉકાળા આપવામાં આવ્યા છે. 1,68,431 લોકોને હોમિયોપેથી મેડિસીન પૂરી પાડવામાં આવી છે. જ્યારે 2,44,719 લોકોના ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવ્યું છે. કોવિડ-19 શંકાસ્પદ દર્દીઓને શોધીને રિફર કરવામાં આવ્યા છે. વિરમગામ ખાતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈએ ધન્વંતરી રથ તથા કોવિડ કેર સેન્ટરની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી.

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈએ જણાવ્યું કે, છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકવું તથા માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવું, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી. ધન્વંતરી આરોગ્ય રથમાં જરૂરિયાતમંદોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધન્વંતરી આરોગ્ય રથની મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગન, પલ્સ ઓક્સિમીટર દ્વારા કોવિડ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવે છે અને ફિલ્ડમાં જો કોઈ શંકાસ્પદ દર્દી મળી આવે તો તેને તાત્કાલિક અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે.

વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલાએ જણાવ્યું કે, ધન્વંતરી આરોગ્ય રથમાં અંતરિયાળ વિસ્તારના લોકોને તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બીપી, ચામડીના દર્દો વગેરેના નિદાન કરી અને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.